Nawanagar Time
ગુજરાત જામનગર

ભગતસિંહની જેમ હાર્દિક પટેલે સરકારને જગાડી: સ્વામી ચક્રપાણી

like-bhagat-singh-hardik-patel-wakes-up-the-government-swami-chakrapani

સંત મહાસભાના  સ્વામી ચક્રપાણીએ ધરતીને પ્રણામ કરી ખેડૂતોને ભગવાન ગણાવ્યા હતાં. ખેડૂતોના અધિકારની વાત યુવાનેતા હાર્દિક પટેલએ કરી છે. સ્વામી ચક્રપાણીએ હાર્દિક પટેલને શહીદ ભગતસિંહ સાથે સરખાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ભગતસિંહની જેમ હાર્દિકે પણ સરકારને જગાડવાનું કામ કર્યું છે. ભગતસિંહને તે સમયે અંગ્રેજોએ ફાંસીની સજા આપી હતી. જ્યારે વર્તમાન  હાર્દિક પટેલને ફાંસીની જગ્યાએ રાષ્ટ્રદ્રોહના ગુનામાં સંડોવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાર્દિક પટેલે શું ખોટું માગ્યું હતું? અધિકારની વાત કરવામાં શું ગુનો છે? પાટીદાર સમાજે દેશ આઝાદ કરવાથી લઇ રાષ્ટ્રના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. હાર્દિકના પરિવારમાં કોઇ રાજકારણી નથી. હાર્દિક સાધારણ પરિવારનો સભ્ય છે. જેણે સમાજની  કરી છે. હાર્દિકના આંદોલનના કારણે સરકારે જાણ્યું કે, હાર્દિક પાછળ લોકોનો ટેકો છે. પરિણામે વલ્લભભાઇના સ્ટેચ્યૂ બનાવવામાં પણ હાર્દિકનું યોગદાન છે તેવું કહી શકાય. દસ ટકા આરક્ષણમાં પણ હાર્દિકનો ફાળો હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, હાર્દિકે એક સમાજની વાત કરી અને તમામને લાભ થઇ ગયો છે  હવે ખેડૂતોના આંદોલનની વાત હાર્દિકે કરી છે. જેને સરકાર સમજે છે, જાણે છે. પરંતુ અભિમાની છે. હાર્દિકે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. લગ્ન બાદ સામાન્ય લોકો હનિમૂનમાં જાય છે. બે મહિના સુધી દેખાતાં નથી. પરંતુ હાર્દિક પટેલ એવું ભૂત છે જે લગ્ન બાદ હનિમૂન તમારી સાથે મનાવી રહ્યું છે.

Related posts

જામનગરની કોવિડ હોસ્પિટલમાં 390 દર્દીઓને પ્લાઝમા થેરાપી અપાઈ

Nawanagar Time

એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં એમસીઆઇની ટીમના ધામા

Nawanagar Time

જામનગર શહેરમાં પાણીની તંગી વચ્ચે ઝીંકાયો પાણીકાપ

Nawanagar Time

Leave a Comment