Nawanagar Time
અમદાવાદ ગુજરાત

7 માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા

locksabha-election-to-be-announced-on-march-7

લોકસભા ચૂંટણી સમયસર જ યોજાશે: મુખ્ય ચૂંટણી કમિશનર: મોદી-રૂપાણીના 6માર્ચ પછીના સરકારી કાર્યક્રમો સ્થગિત

અમદાવાદ:-આગામી લોકસભાની ચૂંટણીની  7 માર્ચની આસપાસ થાય એવી પ્રબળ સંભાવના છે. જ્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન મેના પ્રથમવીકમાં યોજાઈ શકે છે. પીએમના  બે દિવસીય ગુજરાત પ્રવાસ બાદ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. એટલું જ નહીં, ગુજરાત સરકારે 7 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થવાની શક્યતાને લઈ 6 માર્ચે મહાત્મા મંદિરમાં યોજાનારા  આવાસ યોજના લાભાર્થીઓને સામૂહિક ગૃહ પ્રવેશના કાર્યક્રમ પછીના જાહેર અને સરકારી કાર્યક્રમો હાલ અટકાવી દીધા છે. નોંધનીય છે કે, તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ પણ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી સમયસર જ યોજાશે. 7મી માર્ચની આસપાસ જાહેર થનારી ચૂંટણી પ્રક્રિયા મેના બીજા વીક સુધીમાં દેશની તમામ લોકસભા બેઠકોનું  પૂર્ણ થઈ જશે. આમ 2014ની જેમ મેના અંતમાં નવી સરકારની શપથવિધિ યોજાશે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે 2014ની 26 મેના રોજ શપથ લીધા હતા. આમ આ સરકારનો કાર્યકાળ મેમાં પુરો થઈ જશે. જેથી નવી સરકાર પણ મેના અંત સુધીમાં બની જવી જરૂરી હોવાથી 7 માર્ચ આસપાસ ચૂંટણી જાહેર થશે.

5 માર્ચના રોજ ચૂંટણી જાહેર થઈ હતી. પરંતુ 5 અને 6 માર્ચ સુધી પીએમ ગુજરાત અને તમિલનાડુના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમના આ નિર્ધારિત કાર્યક્રમો બાદ ચૂંટણી જાહેર થશે. 2.2014માં 5મી માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ હતી અને ગુજરાતમાં 30 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. આમ જો હવે 7  ચૂંટણી જાહેર થાય તો ગુજરાતમાં 2મેના રોજ મતદાન યોજાઈ શકે છે.

Related posts

ચેતજો, હમણા હાડકાં ભાંગતા નહીં !

Nawanagar Time

સાગરખેડૂ અને ધરતીપુત્રોની અવદશા માટે સરકરાની અયોગ્ય નીતિ જવાબદારઃ વિક્રમભાઈ માડમ

Nawanagar Time

અમદાવાદ નજીક બે અકસ્મતા, 30 ઈજાગ્રસ્ત અને 4 બાળકોના મોત

Nawanagar Time

Leave a Comment