Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

ગુજરાતના વચગાળાના બજેટમાં લોકસભા ચૂંટણી છવાઈ

lok-sabha-polls-in-gujarats-interim-budget

નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે છઠ્ઠી વખત બજેટનો પટારો ખોલ્યો

 

ખેડૂતો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપર રૂપાણી સરકાર ઓળઘોળ

ગાંધીનગર:-ગુજરાત વિધાનસભાનું લેખાનુદાન તરીકે ઓળખાતુ 4 માસનું વચગાળાનું બજેટ આજે પ્રસ્તુત કરવામાં આવ્યુ છે. લેખાનુદાન હોવાથી કોઈ વધારાનો કરબોજ  પણ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગને આકર્ષવાનો પ્રયાસ થયો છે. નાણાખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રસ્તુત કરેલ બજેટમાંથી પ્રજાલક્ષી યોજનાઓ પ્રગટી છે. લોકસભાની ચૂંટણી પછી સંભવત જૂનમાં ફરી બજેટ સત્ર મળશે જેમાં પૂર્ણ બજેટ રજુ કરવામાં આવશે. આજે 5 દિવસના સત્રનો બીજો દિવસ છે.   પટેલ અગાઉ 5 વખત બજેટ રજૂ કરી ચૂકયા છે. આજે વધુ એક વખત બજેટ રજુ કર્યુ છે.

નીતિન પટેલે તૈયાર કરેલ લેખાનુદાનમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ વગેરે તરફે લાભ રહે તેવા એંધાણ છે. ખેડૂત વર્ગની નારાજગી દૂર કરવા કેન્દ્ર સરકારે દર વર્ષે રૂ. 6000 ખાતામાં જમા કરવા નિર્ણય કર્યો છે.  સરકાર પણ ખેડૂતો માટે નોંધપાત્ર લાભ લાવી હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં યુવાનોને રોજગારી મોટો પ્રશ્ન છે તેથી બજેટમાં રોજગારલક્ષી ઝોક હોવાનું સમજાય છે. રાજ્યમાં મહિલા મતદારોનો મોટો વર્ગ છે. તેથી મહિલાઓને ખુશ કરવા પણ બજેટમાં ખાસ જોગવાઈ હોવાના વાવડ છે.

લેખાનુદાન હોવા છતા સરકારે રાજ્યના વિવિધ વર્ગને રાજી  માટે પ્રયાસ કર્યો છે. શહેરી વિકાસ, યુવા સેવા સાંસ્કૃતિક, રમત-ગમત, કુટીર ઉદ્યોગ, આદિજાતિ વિકાસ, નાગરિક પુરવઠા, પાણી પુરવઠા વગેરેને અનુલક્ષીને માતબર જોગવાઈ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. આવતા બે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. સરકાર દ્વારા તેમા લાભ મળે તે રીતે બજેટના ઘડતરમાં ધ્યાન અપાયાનું કહેવાય છે.

વૃદ્ધ પેન્શન યોજનામાં 50%નો વધારો

વૃદ્ધોને સરકાર તરફથી પેન્શન યોજનામાં મળતા લાભમાં 50%નો વધારો કરાયો છે. આજે રજૂ થયેલા બજેટમાં વૃદ્ધ પેન્શન યોજનામાં 50%નો વધારો કરવાની જાહેરાત થઇ છે.

જામનગરનો રણજીત સાગર નર્મદાના નીરથી છલકાશે

‘નવાનગર ટાઈમ’ દ્વારા 1 મહિના અગાઉ રણજીત સાગર ડેમમાં નર્મદાના નીર ઠલવાશે તેવો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જે આજે ગુજરાતના વચગાળાના બજેટમાં અક્ષરસ: સાચો ઠર્યો છે. નાણાંમંત્રી નીતિનભાઈ પટેલે સત્તાવાર રીતે વચગાળાના બજેટમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જામનગર શહેરને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રણજીત સાગર ડેમને નર્મદાના નીરથી દેવાશે.

આંગણવાડીના બહેનોના પગારમાં રૂા.900નો વધારો

આજે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે પગાર વધારાની જાહેરાત કરી આંગણવાડીના બહેનોને ખુશ-ખુશ કરી દીધા છે. આંગણવાડીના બહેનોના પગારમાં રૂા.900ના વધારાની જાહેરાત બજેટમાં કરાઇ છે.

વિધાનસભા  વિપક્ષ કોંગ્રેસે ગઈકાલે રાજ્યપાલના પ્રવચન વખતથી જ આક્રમક મિજાજનો પરિચય આપી દીધો છે. શુક્રવાર સુધી સત્ર ચાલનાર છે. આજે બજેટના દિવસે પણ કોંગ્રેસ સરકારને ભીડવવાની તૈયારીમાં છે. આ લખાય છે ત્યારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થયો છે. પ્રારંભિક પ્રશ્ર્નોત્તરી બાદ નાણામંત્રી બજેટ રજુ કરશે. બજેટમાં અપાનાર કેટલીક રાહતો  નવી યોજનાઓની માહિતી વિધિવત રીતે સામે આવવાની ઘડીઓ ગણાય રહી છે.

Related posts

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીની જાહેરાતથી આચાર્યોને રાહત

Nawanagar Time

અમિત શાહ સામે શંકરસિંહ ખાંડા ખખડાવશે

Nawanagar Time

દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીના સરપ્રાઇઝ ચેકિંગથી ખાનગી શાળાઓમાં ફફડાટ

Nawanagar Time

Leave a Comment