Nawanagar Time
ગુજરાત રાજકોટ

લોકસભા ચૂંટણીનાં કારણે ગુજકેટ પરીક્ષામાં ફરી ફેરફાર

loksabha-elections-due-to-change-in-gujcet-exams

પરીક્ષાનાં દિવસે જ મતદાન હોવાથી બોર્ડ હવે નવી તારીખો જાહેર કરશે

રાજકોટ:-ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ છે ત્યારે ગુજરાતમાં 23મી એપ્રિલે ચૂંટણી યોજાનાર છે.23મી  ગુજરાતમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટ લેવામા આવનાર છે.પરંતુ 23મીએ ગુજરાતમાં મતદાન હોવાથી ફરી એકવાર ગુજકેટની તારીખ બદલવી પડશે.

ધો.12 સાયન્સ પછી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) અગાઉ ગુજરાત શિક્ષણ બોર્ડે 30મી માર્ચે લેવાનું નક્કી કર્યુ હતું.પરંતુ સીબીએસઈની ધો.12ની એક વિષયની પરીક્ષા  માર્ચ હોવાથી વિદ્યાર્થીઓ-વાલીઓની રજૂઆતને પગલે બોર્ડે ગુજકેટની તારીખ બદલીને 4થી એપ્રિલ કરી હતી. ત્યારબાદ સીબીએસઈએ પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરતા 4થી એપ્રિલે પણ એક વિષયની પરીક્ષા આવતી હોવાથી ગુજરાત શિક્ષણ બોર્ડે ફરી ગુજકેટની તારીખ બદલીને 23મી એપ્રિલ કરવામા આવી હતી.

23મી એપ્રિલે ગુજકેટ માટે બોર્ડે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ  દીધી છે અને 23મી એપ્રિલે ગુજકેટ લેવાશે તે સાથેનું વિદ્યાર્થીઓએ-પ્લાનિંગ કરી દીધુ હતું અને બોર્ડની પરીક્ષાઓ પૂરી થયા બાદ વિદ્યાર્થીઓએ

ગુજકેટની તૈયારીથી માંડી 23મી એપ્રિલ બાદ વેકેશનમાં ફરવા જવા માટેનું આયોજન પણ કરી દીધુ હતું.પરંતુ આજે ચૂંટણીની જાહેર થયેલી તારીખોમાં 23મી એપ્રિલે ગુજરાતમાં મતદાન થનાર છે.જેને લઈને હવે ફરી  ગુજકેટની તારીખમાં ફેરફાર કરવામા આવશે.ગુજરાત બોર્ડે હજુ સુધી નવી તારીખ નક્કી કરી નથી.બોર્ડ દ્વારા આ બાબતે અન્ય પરીક્ષાઓની તારીખો તપાસીને થોડા દિવસમાં ગુજકેટની નવી તારીખ જાહેર કરી દેવાશે.

Related posts

જામનગર જિલ્લામાં વિશ્ર્વ મેલેરિયા દિવસની ઉજવણી કરતું તંત્ર

Nawanagar Time

ભાણવડમાં એક વર્ષથી ઉજાલા યોજના ઠપ્પ

Nawanagar Time

બાવીસમાં મ્યુનિ.કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા:સતીષ પટેલ

Nawanagar Time

Leave a Comment