Nawanagar Time
ગુજરાત જામનગર

હોળી ઇફેક્ટ ટ્રેનોમાં લાંબા વેઇટિંગ, બસોના ભાડા ડબલ

long-wait-in-holi-effect-trains-double-fares-for-buses

મુસાફરોને પારાવાર હાલાકી: ટ્રેનોમાં વધુ કોચ અને સ્પેશિયલ ટ્રેનો દોડાવવા ઉઠતી માંગ

જામનગર:-20મી એ હોળી અને 21મીએ  પર્વોના કારણે રાજસ્થાન અને ઉતર ભારત તરફ જતી ટ્રેનોમાં લાંબા-લાંબા વેઇટિંગ બોલવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાંથી જતી તમામ ટ્રેનો હાઉસફુલ થવા લાગી છે. બીજી તરફ તકનો લાભ લેવામા ખાનગી વાહનો પણ પાછળ રહ્યા નથી. બસોના ભાડા બમણા થઇ ગયા હોવાનું જાણવા મળે છે. એસ.ટી. બસો પણ ભરચક થવા લાગી છે.

તા.20 માર્ચે હોળીનો તહેવાર છે. ત્યારે ઉત્તર ભારત જતી ટ્રેનોમાં મોટું વેઇટીંગ લિસ્ટ બોલાતું હોવાથી મુસાફરો પ્રવાસને લઇને ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. હોળી-ધૂળેટીના તહેવારની આડે હજુ પાંચેક દિવસ બાકી છે તેવામાં આજે તા.14 માર્ચને ગુરૂવારે ગુવાહાટી એક્સપ્રેસમાં સ્લીપર ક્લાસમાં 301 વેઇટીંગ બોલાઇ રહ્યું છે ! જ્યારે હરિદ્વાર મેલમાં  અમદાવાદ-લખનઉં એક્સપ્રેસમાં 175, ગોરખપુર એક્સપ્રસમાં 162 , આશ્રમ એક્સપ્રેસમાં 146 વેઇટીગ જોવા મળી રહ્યું છે. આ લિસ્ટ્ હજુ વધવાની સંભાવના છે.

હોળી એ રાજસ્થાનનો અતિમહત્વનો તહેવાર છે. ત્યારે હોળી-ધૂળેટી મનાવવા માટે વતન જવા માંગતા મુસાફરો માટે દર વર્ષે પરિવહનની સૌથી મોટી સમસ્યા સર્જાતી હોય છે. ટ્રેનો હાઉસફૂલ, ખાનગી બસોમાં  ભાડા, એસ.ટી.બસો ભરચક જતી હોવાથી સામાન્ય અને મધ્યમવર્ગ માટે વતનમાં પરિવાર સાથે તહેવાર મનાવવાનું સ્વપ્ન અધુરૂ બનતું જઇ રહ્યું છે.

ઉત્તર ભારતીયો પણ તહેવારોમાં વતન જતા હોય છે. હાલમાં ટ્રેનોમાં લાંબા વેઇટીંગ લિસ્ટને જોતા આ વખતે પણ તહેવારો પર મુસાફરોએ પારાવાર હાલાકી ભોગવવી પડશે તેવી નોબત આવીને ઉભી છે.

જણાવ્યા મુજબ ધુમ્મસના કારણોસર જે બે જેટલી ટ્રેનો રદ કરાઇ હતી. તેને હજુ સુધી ચાલુ કરાઇ ન હોવાથી આ બે ટ્રેનોમાં 2,400 મુસાફરો પણ અન્ય ટ્રેનોમાં મુસાફરી કરશે જેના કારણે મુશ્કેલી વધી ગઇ છે. આગામી ઉનાળા વેકેશનના સમયગાળાને જોતા ઉત્તર ભારત તરફની ટ્રેનોમાં વધારાના કોચ જોડવા તેમજ વધુ સ્પેશિયલ  દોડાવવાની માંગણી મુસાફરો કરી રહ્યા છે. નોંધપાત્ર છેકે 24 કોચની ટ્રેનો દોડાવવાની વાત હજુ માત્ર આશ્વાસન જ બનીને જ રહી ગયું છે. જો ટ્રેનોમાં 24 કોચ જોડી દેવાય તો પણ મોટી રાહત થઇ શકે તેમ છે. બીજી તરફ પશ્ચિમ રેલવે દ્વારા તા.15 માર્ચે અમદાવાદ-પટણા અને તા.17 માર્ચે ગાંધીધામ-ભાગલપુર વચ્ચે  સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લઇને મુસાફરોને આંશિક રાહત આપવાનો પ્રયાસ કરાયો છે. હવે પ્લેનની તેમજ ટ્રેનમાં પણ ઙગછ સિસ્ટમ

ભારતીય રેલવે એક એપ્રિલથી મુસાફરોને એક નવી સુવિદ્યા આપવા જઇ રહ્યું છે. એરલાયન્સની જેમ રેલવે પણ એક જ યાત્રા દરમિયાન એક પછી બીજી ટ્રેનો દ્વારા મુસાફરી કરવાની સ્થિતિમાં હવે સંયુક્ત  નેમ રેકોર્ડ (ઙગછ) આપશે. આ નવા નિયમ બાદ મુસાફરોને પહેલી ટ્રેન મોડી પડવાને કારણે આગામી ટ્રેન છૂટી જતાં વગર કોઇ ચાર્જે આગામી યાત્રા રદ કરવાની મંજૂરી આપશે. આ નિયમ તમામ ક્લાસ માટે લાગુ પડશે. આ માટે બન્ને ટિકિટમાં પેસેન્જરની ડિટેલ સરખી હોવી જોઇએ.આ નિયમ તમામ લોકો માટે માન્ય હશે.જે  પર પહેલી ટ્રેન પહોંચી છે અને જે સ્ટેશનેથી બીજી ટ્રેન પકડવાની છે તે બન્ને સ્ટેશન એક જ હોવા જોઇએ. જો કોઇ સ્ટેશન પર રિફંડ ન મળે તો તમે ભરેલી ટીડીઆર ત્રણ દિવસ માટે માન્ય રહેશે.

Related posts

પીઆઈ એમ.જે. જલુ એલસીબીમાં

Nawanagar Time

હવે ‘બાપા બચાવો’ અભિયાન શરૂ કરવાની તાતી જરૂર !

Nawanagar Time

કોર્પોરેશનના આ ઉચ્ચ અધિકારીની કૃપાથી ઢોર ડબ્બા સુપરવાઈઝરને રાતોરાત લાખો રૂપિયાનો ફાયદો

Nawanagar Time

Leave a Comment