Nawanagar Time
સ્વાદ પકવાન

જોતા જ મોંમાં આવી જશે પાણી, બનાવો હવે ટામેટાની ખાટી-મીઠી કઢી

look-at-the-water-in-the-mouth-now-make-tomato-sour-sweet-curry
સામગ્રી
  • 10-12 નંગ – ટામેટા (પ્યોરી)
  • 4 ચમચી – ચણાનો લોટ
  • 1/2 ચમચી – હળદર
  • 1 ચમચી – લાલ મરચું
  • 1 ચમચી – ખાંડ
  • 1/2 ચમચી – રાઇ
  • 1 ચપટી – હીંગ
  • 1/2 ચમચી – જીરૂ
  • 5-6 નંગ – કઢી લીમડો
  • 3-4 નંગ – લાલ સૂકા મરચા
  • 2 ચમચી – સમારેલી કોથમીર
  • સ્વાદાનુસાર – મીઠુ
  • 2 ચમચી – તેલ
બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ટામેટાની પ્યુરી, ચણાનો લોટ, હળદર, લાલ મરચું. મીઠુ, ખાંડ મિક્સ કરીને બરાબર ફેંટી લો. હવે તેમા 2 કપ પાણી મિક્સ કરો. હવે એક કઢાઇમા તેલ ગરમ કરી તેમા જીરૂ, રાઇ, લાલ સૂકા મરચા, હીંગ, લીમડો ઉમેરીને સાંતળી લો. હવે તેમા ટામેટાનું મિશ્રણ ઉમેરી લો. તેને બરાબર હલાવતા રહો. તેમા ઉકળો આવે ત્યાં સુધી હલાવતા રહો. હવે ગેસની આંચ ધીમી કરીને તેને 10-12 મિનિટ સુધી ઉકળવા દો. ત્યાર પછી ઉપરથી તેમા કોથમીર ઉમેરીને ગરમા ગરમ સર્વ કરો. તૈયાર છે ટેસ્ટી મસાલેદાર ટામેટાની કઢી…

Related posts

બનાવો આ હિમાચલની પ્રસિદ્ધ વાનગી હિમાચલી ચણા મદ્રા

Nawanagar Time

આજના લન્ચ માટે એક વાર બનાવી જુઓ, આ સ્વાદિષ્ટ અને હેલ્થી ગાજરનું શાક.

Nawanagar Time

ઘરેજ બનાવો આ દિલ્હીની સ્પેશ્યલ સમોસા ચાટ.

Nawanagar Time

Leave a Comment