Nawanagar Time
સ્વાદ પકવાન

ઘરે એકવાર બનાવી જુઓ આ સ્પેશિઅલ રાજસ્થાની દાળ ઢોકળી

look-at-this-special-rajasthani-dal-dhokli-once-at-home

સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ,
  • 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર,
  • 1/2 ટીસ્પૂન જીરું,
  • 1/2 ટીસ્પૂન ગરમ મસાલો,
  • 1 ટીસ્પૂન ઘી,
  • મીઠું સ્વાદાનુસાર,
  • પાણી જરૂર મુજબ

દાળ માટે

  • 1/2 કપ તુવેર દાળ,
  • 1/2 કપ મગની દાળ,
  • 1 ટેબલસ્પૂન ઘી,
  • 1/2 ટીસ્પૂન રાઈ,
  • 1/4 ટીસ્પૂન જીરું,
  • 1/2 ટીસ્પૂન ગરમ મસાલો,
  • 1 ડુંગળી,
  • 1 ટામેટું,
  • 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર,
  • 1/2 ટીસ્પૂન હળદર,
  • મીઠું સ્વાદાનુસાર
  • ગાર્નિશિંગ માટે કોથમીર ઝીણી સમારેલી

બનાવવાની રીત

સૌપ્રથમ ઘઉંના લોટને એક મોટા મિક્સિંગ બાઉલમાં ચાળી લો. ત્યાર બાદ તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું અને જીરૂં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મોણ માટે ઘી ગરમ કરીને ઉમેરો. બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ જરૂર પૂરતું પાણી ઉમેરીને ઢોકળી માટેનો લોટ બાંધી લો. હવે આ કણકમાંથી નાની-નાની હાથેથી ઢોકળી તૈયાર કરો. એકદમ નાની પૂરી માટેના લુઆ કરીએ એ રીતનું તૈયાર કરો.

આ ઢોકળીમાં અંગૂઠાની મદદથી વચ્ચે નાનો ખાડો કરો. રાજસ્થાની ઢોકળી આ રીતની હોય છે. હવે આ ઢોકળીને ઢાંકીને મૂકી દો. દાળને સરસ રીતે ધોઈને બે કલાક પહેલા પલાળી દેવી. ત્યાર બાદ તેને નીતારીને ચાર કપ પાણી, હળદર અને થોડું મીઠું ઉમેરીને બાફી લો. બરાબર બફાય જાય એટલે તેને વલોવી લો. હવે એક જાડા તળિયાવાળી તપેલી અથવા તો કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં ઝીણા સમારેલા ડુંગળી અને ટામેટાં ઉમેરીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો.

ત્યાર બાદ તેમાં બાફેલી દાળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ગરમ મસાલો અને લાલ મરચું પાઉડર ઉમેરીને ઉકળવા દો. હવે તેમાં તૈયાર કરેલી ઢોકળી ઉમેરીને ચઢવા દો. 15થી 20 મિનિટ સુધી ઉકળવા દો. ઢોકળી એક એક કરીને ઉમેરવી જેથી ચોંટે નહીં. બધી જ સામગ્રી એકરસ થઈ જાય અને ઢોકળી પણ ચઢી જાય એટલે ગેસ બંધ કરીને તેને કોથમીરથી ગાર્નિશ કરી લો. ગરમા-ગરમ ઢોકળી સર્વ કરો.

Related posts

સ્વાદ અને ખુશ્બૂથી ભરપૂર પંજાબી ગરમ મસાલા

Nawanagar Time

રેસિપીઃ ભોજનમાં સર્વ કરો ઠંડું ઠંડું એપલ વોલનટ સલાડ

Nawanagar Time

આ ઉત્તરાયણ પર ઊંધિયાની જગ્યાએ બનાવો વલસાડનું પ્રખ્યાત : ઉંબાડિયું.

Nawanagar Time

Leave a Comment