Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

લાગે છે ઇમરાન હાશ્મી સારા અલી ખાનની સાથે કામ કરવા ઇચ્છે છે,જાણો શા માટે…

looks-like-emraan-hashmi-wants-to-work-with-sarah-ali-khan-why-not

સારા અલી ખાને શાનદાર રીતે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તેની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’માં તેના પરફોર્મન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી તો તેની ‘સિમ્બા’ બોક્સ-ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંઘ સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી છે. આ બંને ફિલ્મ્સ પછી તેના ફેન ફોલોઇંગમાં ખાસ્સો વધારો થયો છે. તેના ફેન્સમાં કેટલીક બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ સામેલ છે.

હવે ઇમરાન હાશ્મીએ સારાની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઇમરાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મેં હજી સુધી સારા અલી ખાનની કોઈ ફિલ્મ જોઈ નથી, પરંતુ મારા ફેમિલીના કેટલાક મેમ્બર્સ અને મારા ફ્રેન્ડ્સે તેમના કામની ખૂબ પ્રશંસા કરી છે. તેમની એટલી પ્રશંસા સાંભળીને મને લાગે છે કે, મારે પણ તેમની સાથે કામ કરવું જોઈએ.’ ઇમરાન અત્યારે તેની આગામી ફિલ્મ ‘વ્હાય ચીટ ઇન્ડિયા’ના પ્રમોશનમાં બિઝી છે.

 

Related posts

સેન્સરશિપ કોઈ સોલ્યુશન નથીઃએક્તા કપૂર

Nawanagar Time

રેમ્પ પર કામણ પાથરતી કરિના

Nawanagar Time

અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, 36 વર્ષનો તુટ્યો રેકોર્ડ

Nawanagar Time

Leave a Comment