Nawanagar Time
ધાર્મિક

ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની ભત્રીજીના પ્રેમ લગ્ન કરાવવા ચલી હતી આ ચાલ…

lord-krishna-had-planned-to-marry-his-nephew

આપણા ધર્મગ્રંથોમાં મહાભારત અને રામાયણ સાથે જોડાયેલી એવી અનેક વાતો છે કે જેમાં પ્રેમને સર્વાધિક મહત્વ આપવામાં આવ્યું છે. આજે આપણે એવી જ એક વાત જાણીશું કે જેમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની ભત્રીજી એટલે કે બલરાજની પુત્રી વત્સલાના પ્રેમ વિવાહ કરાવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના ગળાડૂબ પ્રેમમાં રુક્ષ્મણીજી હતા. તેમના એક પોકારે તે દોડી ગયા અને અંબિકાજી પૂજવા ગયેલા રુક્ષ્મણીનું હરણ કરીને લઈ આવેલા. તો તેમણે પોતાની બહેન સુભદ્રાના પણ અભિમન્યુ સાથે પ્રેમ વિવાહ કરાવ્યા હતા. જ્યારે જ્યારે પ્રેમની વાત આવે ત્યારે કૃષ્ણ યાદ ને યાદ કર્યા વગર ન ચાલે… કૃષ્ણનો રાધાજી સાથેનો પ્રેમ તો એટલો અમર છે કે આજે પણ ભારે સન્માન અને પુજનિયભાવથી યાદ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે કરાવ્યા હતા શ્રીકૃષ્ણે વત્સલાના પ્રેમવિવાહ… કેવી રચી હતી લીલા…

બલરામજીની પુત્રી વત્સલા અને અર્જુનનો પુત્ર અભિમન્યુ એ એક સાથે મોટાં થયા હતા. કારણ કે અભિમન્યુ માતા સાથે દ્વારકામાં રહેતા હતા. સુભદ્રા અને અર્જુનના વિવાહ પણ કૃષ્ણે બલરામજીને બતાવ્યા વગર જ કરાવી દીધાં હતા. હવે વારો હતો અર્જુન પુત્ર અભિમન્યુ અને બલરામજી પુત્રી વત્સલાનો… સુભદ્રા પણ અભિમન્યુના વત્સલા સાથે મનમેળથી વાકેફ હતી. બંને વચ્ચે સારો મનમેળ હતો. તે મનોમન ઈચ્છતી હતી કે તેના અને વત્સલાના લગ્ન થાય…

જ્યારે વત્સલા વિવાહ યોગ્ય થઈ ત્યારે પાંડવો વનવાન ભોગવી રહ્યાં હતા. તેથી બલરામજીએ પોતાની પુત્રી વત્સલાના લગ્ન દૂર્યોધનના પુત્ર લક્ષ્મણ સાથે કરાવવાનો નિર્ધાર કરી લીધો. આ વાત જ્યારે સુભદ્રાને જાણી ત્યારે તે ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગઈ. સુભદ્રાની વાત જાણીને કૃષ્ણે કહ્યું કે આ પહેલાં જ્યારે ત્યારા લગ્નની વાત હતી ત્યારે મેં ભાઈ બલરામજીનો વિરોધ કર્યો હતો. બીજીવાર હું આમ કરીશ તો દુઃખી થઈ જશે. હું તેમને દુઃખી કરવા માંગતો નથી. આ કામ ત્યારે સંભવ છે કે જ્યારે કોઈ માયાવી રાક્ષસ વત્સલાનું હરણ કરી લે. આમ કહીને તે કામને કારણે દ્વારકાથી બહાર ચાલ્યા ગયા.

સુભદ્રા મનમાં કૃષ્ણ સાથેની વાતો વાગોળતા વાગોળતા વન તરફ ચાલી નિકળ્યાં. જ્યારે સાંજ થઈ ગઈ પણ તે વનમાં પરત ન ફર્યા ત્યારે અભિમન્યું તેમને શોધવા નિકળ્યો. સુભદ્રાને જ્યારે અભિમન્યુએ દુવિધાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે શ્રીકૃષ્ણ સાથે થયેલી વાત જણાવી. સુભદ્રા અને અર્જુન વાત કરતાં હતા ત્યારે જ માયાવી ઘટોત્કચ ત્યાં આવી પહોંચ્યો. જે ભીમનો પુત્ર હતો. અને અભિમન્યુનો પિતરાઈ ભાઈ. આ વાતથી અજાણ અભિમન્યુએ રાક્ષસને જોતાં જ નિશાન તાક્યું. અને તેને પળવારમાં પાડી દીધો. આ વાતની જાણ થતાં હિડિંમ્બા ત્યાં દોડી આવી. શું થયું ભીમ પુત્ર કહીને વિલાપ કરવા લાગી. આથી સુભદ્રા દ્વારા અભિમન્યુને ખબર પડી કે આ તો તેનો ભાઈ છે. પછી તે તેની સુશ્રૃષામાં લાગી ગયો. જ્યારે ઘટોત્કચને હોંશ આવ્યા ત્યારે તેને પણ આખી વાત જણાવાયી. તે પછી ઘટોત્કચ અને હિડિમ્બાએ તેમને વનમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે સુભદ્રાએ હિડિમ્બા અને ઘટોત્કચનેઆખી વાત જણાવી..

ઘટોત્કચ અતિ સાત્વિક, બુદ્ધિશાળી અને બળવાન હતો. તેણે જ્યારે જાણ્યું કે ભગવવાન શ્રીકૃષ્ણ દ્વારકાથી બહાર ચાલ્યા ગયા છે તો તે તરત જ સમજી ગયો કે તેનું શું કારણ છે. ત્યારે ઘટોત્કચે પોતાના ભાઈ અભિમન્યુ માટે વત્સલાનું અપહરણ કરવા નક્કી કરી લીધું. દુર્યોધન જ્યારે પોતાના પુત્ર લક્ષ્મણની જાન લઈને દ્વારકા આવ્યા ત્યારે ઘટોત્કચે  વત્સલાનું અપહરણ કરાવીને તેના અભિમન્યુ સાથે વિવાહ કરાવી દીધા. આમ ભગવાન શ્રીકૃષ્ણે એવી ચાલ ચાલી કે તેમના બલરામજી સાથે સંબંધ પણ ન બગડ્યા અને ભત્રીજી વત્સલાના અભિમન્યુ સાથે લગ્ન પણ કરાવી દીધાં….

Related posts

મકર સંક્રાતિનું મહાત્મ્ય

Nawanagar Time

150 વર્ષ જૂના પૌરાણિક ખીરેશ્ર્વર મહાદેવ મંદિરનું વિદેશથી થતું સંચાલન

Nawanagar Time

આ પાંચ વસ્તુઓ ભગવાન શ્રીકૃષ્ણ સાથે કાયમ રહેતી, શું એ તમને ખબર છે?

Nawanagar Time

Leave a Comment