Nawanagar Time
ગુજરાત જામનગર

સફાઈના નામે મીંડુ: જામનગરને ‘સ્ટાર-2’ કેટેગરી

ગાર્બેજ ફ્રી સીટી કેટેગરીની સ્પર્ધામાં રેન્કીંગ અપાયું

જામનગર:-જામનગર શહેરમાં કચરો ઉપાડવા માટે તેમજ અન્ય સ્વચ્છતાના માપદંડો પર ખરી ઉતરેલી જામનગર મહાનગર પાલિકાને ભારત સરકારના શહેરી ગૃહ નિર્માણ મંત્રાલયના ગાર્બેજ ફ્રી સીટી કેટેગરીની સ્પર્ધામાં આજે સ્ટાર-ટુ કેટેગરીમાં સમાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

જામનગર શહેરમાં પાછલા દિવસોમાં જાહેર સ્વચ્છતાની સીસ્ટમનો એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની સીસ્ટમ કચરો અલગ કરવાની સીસ્ટમ, મટીરીયલ રીકવરી સેન્ટર, બાયોગેસ, પ્લાન્ટ દ્વારા મેગા કીચન વેસ્ટ (એંઠવાડ) જેવા ભીના કચરાના નિકાલની પઘ્ધતી જાહેર સ્થળોની જાળવણી માટે સફાઇ, લીટર બીન્સ, મોટી કચરાપેટીઓ અને તેમાં રહેલા કચરાના નિકાલની પઘ્ધતિઓ જાહેર ગંદકી કરનાર સામે કરવામાં આવેલી કાર્યવાહીઓ, શહેરીજનોની ફરીયાદ લેવા તેમજ નિકાલની પઘ્ધતિ જેવી વસ્તુઓની નોંધ કરવામાં આવી હતી તેમ સોલીડવેસ્ટ વિભાગના કંટ્રોલીંગ અધિકારી એમ.ડી. રાણાએ જણાવ્યું હતું.

જામનગર શહેરને સ્ટાર-ટુના રેટીંગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે જે માટે લોકોનો ફાળો પણ ગણવો પડે ઉલ્લેખનીય છે કે આવી સ્ટારની કેટેગરી છેક 7 સુધી છે જેમાં હવે આવનારા સમયમાં કેટલી આગેકુચ થાય છે તે જોવાનું રહે.

Related posts

SOG પોલીસમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ સવા લાખની લાંચ લેતા ઝડપાયા..

Nawanagar Time

ભાણવડ નગરપાલિકામાં હોદ્દેદારો વચ્ચેની હુંસાતુસીથી પ્રજાના પ્રશ્ર્નો ટલ્લે

Nawanagar Time

રાશનની દુકાનેથી અડધો જથ્થો મળતા દેકારો

Nawanagar Time

Leave a Comment