Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી અક્ષરનિવાસી

mahant-swami-vidyalini-of-jamnagar-swaminarayan-temple

પાલખી યાત્રામાં સંતો, મહંતો, આગેવાનો અને હરીભકતો જોડાયા

જામનગર:-જામનગર સ્વામિનારાયણ મંદિરના સ્વામી રાધારમણ દાસજી અક્ષરનિવાસી થયા છે. બુધવારે સવારે 9 કલાકે પાલખીયાત્રા નીકળશે. સંતો, મહતો, સત્સંગ સમાજ અને હરિભકતોમાં શોકની લાગણી ફેલાઇ છે.

રાધારમણદાસજી સ્વામી મંગળવારે સાંજે 5 કલાકે અખંડ શ્રી હરિનું સ્મરણ કરતા કરતા 72 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા હતાં. સ્વામીના અંતિમ સંસ્કાર જામનગરમાં કરાશે. અક્ષરનિવાસી સ્વામીની પાલખી યાત્રા બુધવારે સવારે 9 કલાકે સ્વામિનારાયણ મંદિરેથી નીકળી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી સંતો મહતો અને હરિભકતો જોડાશે. મહત સ્વામી રાધારમણદાસજી સ્વામીએ 12 વર્ષની ઉંમરે જૂનાગઢ સંપ્રદાયના ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી પાસેથી સંતની દિક્ષા લીધી હતી. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિર બાંધકામ સહીત અન્ય ક્ષેત્રે અનન્ય યોગદાન આપ્યું હતું. છેલ્લાં 30 વર્ષથી રાધારમણદાસજી સ્વામી જામનગર સ્વામિ નારાયણ મંદિરમાં મહત સ્વામી તરીકે હતા અને સર્વાંગી વિકાસ માટે યોગદાન આપ્યું હતું. પાલખીયાત્રામાં આજે મેયર હસમુખભાઇ જેઠવા, ચેરમેન સુભાષ જોષી, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી, ભાજપ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, લોહાણા સમાજના પ્રમુખ જિતુભાઇ લાલ સહિતના આગેવાનો જોડાયા હતાં.

mahant-swami-vidyalini-of-jamnagar-swaminarayan-temple
mahant-swami-vidyalini-of-jamnagar-swaminarayan-temple

 

mahant-swami-vidyalini-of-jamnagar-swaminarayan-temple
mahant-swami-vidyalini-of-jamnagar-swaminarayan-temple

 

mahant-swami-vidyalini-of-jamnagar-swaminarayan-temple
mahant-swami-vidyalini-of-jamnagar-swaminarayan-temple

Related posts

જામનગરમાં બે પરિવારો વચ્ચે સામાન્ય બાબતમાં તકરાર

Nawanagar Time

દ્વારકા જિલ્લાનું ભાણવડ સર્પ સંગ્રહાલય બનાવી શકાય તેવી સંભાવના

Nawanagar Time

જામનગરના જમીન કૌભાંડમાં પોલીસને ઉતાવળે આંબા પકાવવામાં કેમ રસ?

Nawanagar Time

Leave a Comment