Nawanagar Time
અમદાવાદ ગુજરાત

મકરસંક્રાંતિ બની મોતનું માતમ:રાજ્યમાં 16ના મોત

makar-sankranti-the-death-of-16-in-the-state

અમદાવાદ:-ગુજરાતમાં મકરસંક્રાંતિના તહેવારની ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી થઇ રહી છે. તેવામાં સમગ્ર રાજયમાં ધાબા પરથી પડી જવાના 48 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ધાબા પરથી પડી જવાના 12 કેસ બન્યા છે. તથા અમદાવાદમાં દોરી વાગવાના 28 કેસ થયા છે. જેમાં ગુજરાતમાં 48 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ઉત્તરાયણના પર્વ પર 16થી વધુના મોત થયા છેે. જેમાં  છોટાઉદેપુરના ઉચાપાણમાં અકસ્માતમાં 4ના મોત, દાહોદમાં બાઈક – છકડાં વચ્ચે અકસ્માતમાં 3ના મોત, પંચમહાલમાં પતંગની દોરીએ લીધો વધુ એકનો બાળકનો જીવ ગયો તો આણંદના બોરસદામાં ધાબા પરથી પટકાતાં યુવકનું મોત, મહેસાણાના કસ્બામાં સાયકલ સવાર બાળકનું મોત, આણંદના બદલપુરમાં બાઈક ચાલકનું દોરી વાગતા મોત, બનાસકાંઠાના ડીસામાં બાળકી ધાબા પરથી પટકાતા મોત, ભાવનગરના મહુવામાં દોરી વાગતા 5 વર્ષની બાળકીનું મોત, ધોળકાના રામપુરા ગામે દોરી વાગતા યુવકનું મોત થયું છે.

ગુજરાતમાં મારામારીના 17 કેસ અને ગુજરાતમાં ઈમરજન્સીના 78 કેસ નોંધાયા છે. પાટણમાં દોરી વાગવાથી 7 પક્ષીઓના મોત થયા છે. જેમાં 1 મોર, સમડી, કબૂતર સહિત 20 પક્ષીઓ ઘાયલ થયા છે. જેમને જીવદયા સંસ્થાઓ તથા વનવિભાગ દ્રારા સારવાર અપાઈ રહી છે.

મકરસંક્રાંતિના તહેવારની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે તેની વચ્ચે સમગ્ર રાજ્યમાં ચાર લોકોના કરૂણ મોત નીપજયા છે. જ્યારે ગળા કપાવાના 20 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં દોરીના કારણે બે બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય શહેરોમાં હુમલાના 17, ધાબા પરથી પડ્યાના 48, દાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયા હતાં.

Related posts

સ્પોર્ટ્સ સંકુલનો ફરી કબજો સંભાળવામાં સફળ બનેલા ‘ખેલાડી’

Nawanagar Time

દ્વારકાથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરતાં પૂનમબેન માડમ

Nawanagar Time

ગુજરાત પોલીસના 110 અધિકારી-કર્મચારીને ડીજીપી પ્રશંસા મેડલ એનાયત: આવા ચંદ્રક આપનાર ગુજરાત 7મું રાજ્ય

Nawanagar Time

Leave a Comment