Nawanagar Time
સ્વાદ પકવાન

15 મિનિટમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ બોમ્બે હલવો

make-a-delicious-bombay-halva-at-home-in-15-minutes

સામગ્રી

  • પોણો કપ કોર્નફ્લોર
  • એક કપ ખાંડ
  • થાળી ગ્રીસ કરવા માટે એક ટી સ્પૂન ઘી
  • કાજુ-બદામની કતરણ
  • પા ટીસ્પૂન ઇલાયચી પાવડર
  • પા ટીસ્પૂન ફૂડ કલર

બનાવવાની રીત

એક થાળીમાં ઘી લગાવી થાળી એકબાજુ મૂકી દો. હવે એક બાઉલમાં પોણો કપ કોર્નફ્લોર લો. ત્યારબાદ તેમાં અઢી કપ પાણી ઉમેરો અને બરાબર હલાવી દો. એકપણ ગઠ્ઠો ન રહી જાય તેનું ધ્યાન રાખવું. હવે એક કડાઇને ગરમ કરી અંદર એક કપ ખાંડ નાખો. ત્યારબાદ તેમાં પોણો કપ પાણી નાખી મધ્યમ તાપે 2-3 મિનિટ સુધી હલાવતા રહો, જેથી બધી જ ખાંડ ઓગળી જાય. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ કોર્ન ફ્લોરનું મિશ્રણ નાખો અને સતત 4-5 મિનિટ સુધી હલાવતા રહો. મિશ્રણ ટ્રાન્સપરન્ટ બની જાય એટલે અંદર એક ટીસ્પૂન ઘી એડ કરો અને બરાબર હલાવી લો. હવે આ મિશ્રણ એકદમ ટ્રાન્સપરન્ટ બની જશે. કડાઇને જરા પણ નહીં ચોંટે. ત્યારબાદ તેમાં 6-7 કતરેલાં કાજુ-બદામ, પા ટીસ્પૂન ઇલાયચી પાવડર, પા ટીસ્પૂન ફૂડ કલર નાખી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં પાથરી દો. ઉપરથી થોડા કતરેલાં કાજુ- બદામ ભભરાવો અને ચપ્પાથી ચોરસ આકારના પીસ કરીને સર્વ કરો.

Related posts

આ રીતે બનાવો બાળકો માટે ચટપટી કોર્ન ભેળ

Nawanagar Time

આજે ટ્રાય કરો ગ્રીલ પોટેટો સેન્ડવીચ… સેન્ડવીચની અનોખી વેરાયટી..

Nawanagar Time

ઘરમાં બધાજ નાસ્તાના શોખીન છે તો,ઘરે જ બનાવી ખવડાવો રગડા પેટીસ.

Nawanagar Time

Leave a Comment