Nawanagar Time
સ્વાદ પકવાન

ખુબજ સ્વાદિષ્ટ અને ચટપટા મસૂરની દાળના કબાબ બનાવો એકદમ સરળ રીતે

make-a-very-delicious-and-sweet-lentils-dal-kabab-in-a-simple-way

મસૂરની દાળના કબાબ બનાવવા જોશે સામગ્રી

  • મસૂર દાળ 1 કપ
  • આદુ 1 ચમચી
  • લીલુ મરચુ અને લસણની પેસ્ટ
  • પનીર જીણુ ખમણેલુ એક કપ
  • બારીક સમારેલ ડુંગળી
  • ફુદીનો એક ચમચી
  • કોથમીર એક ચમચી
  • બ્રેડનો ભુકો એક ચમચી
  • શેકેલા ચણાનો લોટ 1 ચમચો
  • તેલ
  • નમક સ્વાદ અનુસાર.

કબાબ બનાવવાની પદ્ધતિ

  1. સૌ પ્રથમ એક બાઉલમાં દાળને બે કલાક પલાળીને રાખી દો
  2. આ દાળને પ્રેશર કુકરમાં પાણી નાખી 1 સીટી વગડે ત્યાં સુધી બાફી લો.
  3. ઠંડુ થાય પછી કટોરીમાં દાળ કાઢી સરખી રીતે દાળને મીક્ષ કરો. તેમાં ઉપર આપેલી તમામ સામગ્રી મિક્સ કરી દો.
  4. હવે ગોળાકાર શેપમાં નાના નાના કબાબ બનાવો.
  5. ધીમી આંચ પર તળીલો.

 

તૈયાર કબાબને તમે ચટણી, સોસ, દહીની ચટણી સાથે સર્વ કરો.

આ કબાબ નાનાથી લઈને મોટેરા સૌને ભાવે છે આ કબાબ ખુબજ સ્વાદિષ્ટ થાય છે. તો તમે પણ ટ્રાઈ કરો આ ખુબજ સ્વાદિષ્ટ અને ચટપટા મસૂરની દાળના કબાબ.

Related posts

નવરાત્રિ વ્રત માટે બનાવો સ્પેશ્યલ સાબુદાણા ટિક્કી, સ્વાદ યાદ રહી જશે

Nawanagar Time

પનીરની સબ્જી બનાવતા સમયે આ ટીપ્સ આપ્નાવો એક દમ 5 સ્ટાર રેસ્ટોરેન્ટ જેવું બનશે

Nawanagar Time

આજે ટ્રાય કરો ગ્રીલ પોટેટો સેન્ડવીચ… સેન્ડવીચની અનોખી વેરાયટી..

Nawanagar Time

Leave a Comment