Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની તમામ શાળાઓમાં ધ્વજવંદન કરાવો: એબીવીપી

make-all-schools-jamnagar-flag-salute-abvp

જામનગર:-15મી ઓગસ્ટ અથવા 26મી જાન્યુઆરી સહિતના રાષ્ટ્રિય તહેવારોમાં જામનગર ખાતે દરેક શાળામાં ધ્વજવંદન થતું નથી. કોઇપણ એક નક્કી કરેલી શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. પરિણામે ઘણાં વિદ્યાર્થીઓ ધ્વજવંદનમાં ભાગ લઇ શકતાં નથી. જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાષ્ટ્રિય કાર્યક્રમોમાં ધ્વજવંદનનો કાર્યક્રમ દરેક શાળાના પરિસરમાં ગોઠવવામાં આવે તેવી રજૂઆત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કરવામાં આવી છે.

આ રજૂઆત વખતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રી જિતુ કંડોરિયા, કાર્યાલય મંત્રી નિશ્ર્ચય પંડયા, નગર સહમંત્રી દુષ્યંતસિંહ તથા સહમંત્રી યશ ભૂદેવ સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

ગુલાબનગર નજીક ગેરકાયદે કોરોના વાયરસનું ડમ્પિંગ!

Nawanagar Time

દારૂડિયા પિતા-પુત્રના ત્રાસમાંથી બહેનને મુક્ત કરાવતી ટીમ 181

Nawanagar Time

બાળકોની પ્રિ-મોન્સૂન કામગીરી

Nawanagar Time

Leave a Comment