Nawanagar Time
સ્વાદ પકવાન

ખીરાની ઝંઝટ વગર જ માત્ર 15 મિનિટમાં ઘરે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવો

make-an-instant-dosa-at-home-in-just-15-minutes-with-no-scratches

સામગ્રી

  • એક કપ ઘઉંનો લોટ
  • અડધો કપ ઝીણી સોજી
  • પા કપ ખાટું દહીં
  • બે મોટી ચપટી બેકિંગ સોડા
  • એક ચમચી મીઠું
  • એક ટી સ્પૂન દળેલી ખાંડ
  • બટર
  • પનીર

સ્ટફિંગ માટે

  • ત્રણ બાફેલાં બટાકાં છોલીને ક્રશ કરેલાં
  • એક મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • બે ચમચી તેલ
  • એક ચમચી મીઠું
  • એક ચમચી લાલ મરચું
  • અડધી ચમચી હળદર
  • એક ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • એક ચમચી સાંભાર મસાલો
  • એક ચમચી આદુની પેસ્ટ
  • એક ચમચી રાઇ
  • અડધી ચમચી ગરમ મસાલો
  • એક ચમચી આમચૂર પાવડર
  • એક ચમચી શેકેલા જીરુંનો પાવડર
  • 8-10 મીઠા લીમડાનાં સૂકાં પાન
  • એક ઝીણું સમારેલું લીલું મરચું
  • એક ચમચી કોથમીર
  • એક ચમચી ચણાદાળ
  • એક કપ ધોયેલી અડદની દાળ

બનાવવાની રીત:-

સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લો. ત્યારબાદ તેમાં સોજી, ખાંડ, મીઠું અને દહીં નાખો. ત્યારબાદ બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને ઢોસાનુ ખીરું તૈયાર કરો.. ખીરું થોડું પાતળું રાખવું, કારણ કે તે થોડું જાડું થશે. ખીરું બની જાય એટલે ઢાંકીને એકબાજુ મૂકી દો.

હવે ઢોસા માટે સ્ટફિંગ બનાવો. એક કઢાઇને ગરમ કરી અંદર બે ચમચા તેલ નાખો. તેલ ગરમ થઈ જાય એટલે અંદર રાઇ નાખો. રાઇ ફૂટવા લાગે એટલે અંદર ચણાની દાળ અને અડદની દાળ નાખો. બન્ને દાળ ગોલ્ડન થાય એટાલે અંદર મીઠો લીમડો અને ડુંગળી નાખો. ત્યારબાદ અંદર આદુ અને લીલું મરચું નાખો. ડુંગળી સંતળાઇ જાય એટલે અંદર હળદર, લાલ મરચું, ધાણાજીરું, સાંભાર મસાલો, જીરું, આમચૂર પાવડર અને ગરમ મસાલો નાખી થોડીવાર ચડવો. મસાલાની થોડી સુગંધ આવે એટલે અંદર બટાકું નાખી મિક્સ કરો. બટાકું થોડું ડ્રાય લાગે તો બે ચમચી પાણી નાખી મિક્સ કરી દો. ત્યારબાદ અંદર સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. સ્ટફિંગને એકાદ મિનિટ માટે ચઢવા દો અને ઉપર કોથમીર ભભરાવી દો.

ઢોસાના ખીરા પર નાના-નાના બબલ થઈ ગયા હશે, એટલે ખીરું તૈયાર છે. હવે ઢોસાનો નોનસ્ટિક તવો ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યારબાદ તવા પર થોડું પાણી છાંટી તવાના ટેમ્પરેચરને ઓછું કરો અને ખીરાને તવા પર લઈ ઢોસાની સ્ટાઇલમાં ફેલાવી દો ઢોસો શેકાવા લાગે એટલે ઉપર અને આસપાસ બટર નાખો અને ફેલાવી દો. ઢોસો શેકાઇ જાય એટલે ઉપર સ્ટફિંગ નાખી પનીરને છીણી લો અને કોથમીર ભભરાવી ઢોસાને ફોલ્ડ કરી સર્વ કરો.

Related posts

હવે રીંગણા નહિ પરંતુ આ કારેલાનો ઓળો ખાઈ મજા પડી જશે

Nawanagar Time

મધર્સ ડે સ્પેશ્યલ રેસિપીઃ ઘરે જ બનાવો ગરમી માં ઠંડક આપતી મેંગો મટકા કુલ્ફી

Nawanagar Time

આંગળા ચાટતા રહી જશે ખાઈને આ ટ્વિસ્ટેડ પુરી…

Nawanagar Time

Leave a Comment