Nawanagar Time
સ્વાદ પકવાન

ઘરે જ બનાવો ચેવડામાં પ્રખ્યાત લીલો ચેવડો…

make-at-home-the-famous-green-chevrolet-in-chevda

સામગ્રી:-

  • 500 ગ્રામ મીડીયમ બટેકા
  • 500 ગ્રામ વાટકો ચણાની દાળ
  • 50 ગ્રામ કીસમીસ(સુકી કાળી દ્રાક્ષ)
  • 3-4 ચમચી ખાંડ
  • 1 ચમચી તલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચી હળદર
  • 1 લીલું મરચું ગોળ કાપેલું
  • તેલ

બનાવવાની રીત:-

લીલો ચેવડો બનાવતા પહેલા ચણાની દાળને 1-2 કલાક પાણીમાં પલાળી દો. દાળ બરાબર પલળી ગયા બાદ તેને કપડા પર પાથરીને સુકાવી દો. હવે બટેટાનું પ્રમાણમામાં જાડુ છીણ કરવું. આ છીણને એક પહોળા વાસણમાં લઈ તેમાં હળદર નાખો અને પછી તેને બરોબર મિક્સ કરો. આ દરમિયાન તેલને ગરમ કરવા મુકો.

હવે તેલ ગરમ ક થાય એટલે ચણાની દાળને તળી લો. પછી બટેટાના ખમણને તળો. ખમણને તળતી વખતે ધ્યાન રાખવું કે તે વધારે ક્રિસ્પી ન થાય. હવે આ ખમણને એક મોટા વાસણમાં લઈ તેમાં દાળ, કીસમીસ, ખાંડ, મીઠું, તલ, અને ઝીણા સમારેલા મરચા ઉમેરી બરાબર મિક્સ કરો. બસ તૈયાર છે ઘરે જ બનાવેલ વડોદરાનો ફેમસ લીલો ચેવડો.

Related posts

અચારના ચાહકો માટે છે આ કરમદાનું અથાણું

Nawanagar Time

મીઠાના શોખીન છો?તો બનવો આ ઈન્સ્ટન્ટ સ્વીટ – કોકોનટ બ્રેડ ટોસ્ટ

Nawanagar Time

ઘરે સવારના નાસ્તા માટે બનાવી જુઓ આ મગ અને ચણાના લોટની પાપડી

Nawanagar Time

Leave a Comment