Nawanagar Time
હેલ્થ ટીપ્સ

તણાવ દૂર કરવા માટે દરરોજ 20 મિનિટ પગની કસરતો કરો

make-foot-exercises-every-20-minutes-to-remove-stress

દિવસભર ઓફિસમાં બેસવાનું હોય અથવા ઘર બહાર ભાગદોડનું કામ, બંને જ શારીરિક તથા માનસિક રૂપથી થકાવી દે છે. તેને દૂર કરવા માટે દરરોજ 20 મિનિટની પગની કસરત કરી શકાય છે. જે શરીરના અન્ય ભાગોને પણ આરામ આપે છે.

આ રીતે કરો

  • દીવાલ પાસે સુઈ જાઓ
  • પીઠની નીચેના ભાગમાં એક તકિયું, મુલાયમ રોલર અથવા ટુવાલને ગોળ વીંટીને રાખી લો
  • બંને પગને દીવાલની સમાંતર ઉપર ઉપાડીને 90 ડિગ્રીના એન્ગલે ટેકવી દો
  • પગને સીધા રાખો અને પોતાના બાવડાં અને ખભાને આરામ આપો
  • વર્કઆઉટ પગને આરામ આપે છે અને મનને શાંત કરે છે
  • આ વર્કઆઉટ અનિંદ્રાની સમસ્યાને દૂર કરે છે. માથા સુધી ઓક્સિજનનો પ્રવાહ હોય છે જેનાથી તણાવ દૂર થાય છે
  • જે મહિલાઓ આખો દિવસ હિલ ધરાવતા ચપ્પલ પહેરે છે તેમણે આ કસરત જરૂરથી કરવી જોઈએ, તે પગને આરામ પહોંચાડશે
  • લોહી પરિભ્રમણમાં સુધારો થશે, પગનો સોજો ઘટશે અને તેમાં પગ ભારે લાગશે નહીં, પગની નસને આરામ પહોંચશે
  • પાચનક્રિયામાં સુધારો થશે
  • મન શાંત રહે છે, આંખ અને નાક સંબંધી રોગોમાં ઘટાડો આવે છે.

ધ્યાન આપો

  • પગને સંપૂર્ણ રીતે દીવાલ સાથે જોડી દો. સ્લિપ ડિસ્ક, હાઈ બ્લડપ્રેશર અને કરોડરજ્જુમાં કોઈ તકલીફ છે તો તેને કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લો
  • જો પગમાં વધુ ખેંચતાણ અનુભવાય તો તેને જરૂરિયાત મુજબ વાળી લેવા

Related posts

બ્રેસ્ટ કેન્સરને ઓળખવા માટે નવા ટેસ્ટના ઓપ્શન મળશે

Nawanagar Time

મેડીકલેમ વીમો બદલવા માટે મેડીકલ ટેસ્ટ કરાવવો જરૂરી નથી

Nawanagar Time

પરિવારના એક સભ્યને ડાયબીટિઝ હોય તો બાળકોને પણ ડાયબીટિઝ ટાઇપ-2 થવાની શક્યતા રહે છે

Nawanagar Time

Leave a Comment