Nawanagar Time
સ્વાદ પકવાન

લાઇટ ડિનર લેવાં બનાવો રસિયાં મૂઠિયાં

make-lite-dinner-take-rashiya-muthiya

સામગ્રીઃ

  • એક વાટકી રાંધલા ભાત
  • એક વાટકી ખમણેલી દૂધી
  • એક વાટકી ચણાનો લોટ
  • 2-3 ટેબલસ્પૂન ઘઉંનો લોટ
  • બે વાટકી દહીં
  • 2-3 ટી સ્પૂન મરચું
  • 2-3 ટી સ્પૂન ધાણાજીરું
  • એક ટી સ્પૂન હળદર
  • એક ટી સ્પૂન ખાંડ
  • અડધી ટી સ્પૂન રાઇ
  • એક ટી સ્પૂન જીરૂં
  • હિંગ
  • સોડા અથવા સાજીના ફૂલ
  • તેલ

બનાવવાની રીતઃ

  • એક બાઉલમાં ભાત, ખમણેલી દૂધી, હળદર, મરચું, ધાણાજીરું, મીઠું અને ખાંડ મિક્સ કરો. તેમાં બંને લોટ ઉમેરી ચપટી સોડા ઉમેરો. લોટ મૂઠિયાં વળે તેવો રાખવો. પાણી જરૂર પડે તો જ લેવું.
  • હવે એક પહોળા વાસણમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે રાઇ, જીરું અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ તેમાં દહીં વલોવીને વઘાર કરો અને અંદર હળદર, મરચું, મીઠું અને ધાણાજીરું નાંખી દોઢ ગ્લાસ પાણી ઉમેરી ઉકાળો.
  • હવે તેલવાળા હાથ કરી મૂઠિયાં વાળી લો અને એક-એક કરીને ઉકળતા પાણીમાં મૂકતા જાઓ. બધાં મૂઠિયાં અંદર મૂકાઇ જાય એટલે ઢાંકીને 12-15 મિનિટ સુધી ચડવા દો. વચ્ચે-વચ્ચે ચમચાથી હલાવવું નહીં, નહીંતર મૂઠિયાં તૂટી જશે.
  • મૂઠિયાં ચડી જાય એટલે કોથમીર ભભરાવી ગરમા-ગરમ જ સર્વ કરો.

Related posts

ટ્રેડિશનલ ગુજરાતી વાનગી ખાટા ઢોકળા

Nawanagar Time

બાળકો માટે ઘરે બનાવો આ હેલ્થી એન્ડ ટેસ્ટી નાચોસ

Nawanagar Time

ઘરેજ બનાવો આ દિલ્હીની સ્પેશ્યલ સમોસા ચાટ.

Nawanagar Time

Leave a Comment