Nawanagar Time
Uncategorized

ડુંગળી-બટેટાના શાક આ રીતે બનાવશો સ્વાદ થશે બમણો

make-onion-potato-vegetables-as-it-will-double-the-taste

સામગ્રી

  • 200 ગ્રામ – બટેટા
  • 300 ગ્રામ – ડુંગળી
  • 1 મોટી ચમચી – વરિયાળી
  • 1/2 ચમચી – જીરૂ
  • 1/2 ચમચી – અજમો
  • 1/2 ચમચી – રાઇ
  • 2-3 નંગ – લાલ સૂકા મરચા
  • 2-3 નંગ – લીલા મરચા
  • 1 ચમચી – લીંબુનો રસ
  • 3-4 ચમચી – તેલ
  • સ્વાદાનુસાર – મીઠું
  • 1 ચમચી – કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ બટેટા અને ડુંગળીને લાંબા પાતળા સમારી લો. હવે એક ફ્રાઇંગ પેન લો તેમા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમા વરિયાળી, જીરૂ, અજમો, રાઇ અને લાલ સૂકા મરચા ઉમેરી લો. હવે તે તતડે એટલે તેમા લીલા મરચા, ડુંગળી ઉમેરો. ડુંગળી આછા ગુલાબી રંગની થાય એટલે તેમા બટેટા ઉમેરીને ઉપરથી મીઠું ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરીને ધીમી આંચ પર ચડવા દો. બટેટા ચઢી જાય એટલે તેમા ઉપરથી લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે બટેટા ડુંગળીનું સ્વાદિષ્ટ શાક…તેને કોથમીરથી ગાર્નિશ કરો.

Related posts

આડેધડ ગ્રીલ ફીટ કરનાર વીજ કંપનીને અંતે નોટિસ

Nawanagar Time

ફ્લોર ટેસ્ટ પહેલાં જ કમલનાથનું રાજીનામું

Nawanagar Time

હાઈકોર્ટ મેટર છતાં જમીનનો બીજો દસ્તાવેજ બની ગયાંનો ધડાકો

Nawanagar Time

Leave a Comment