Nawanagar Time
નેશનલ

લોકોને મતદાન માટે જાગૃત કરો: મોદીની વિપક્ષને અપીલ

make-people-aware-of-voting-modis-opposition-appeal

લોકસભા ચૂંટણી ર019 ને લઈ વડાપ્રધાને ટ્વિટ કરી ધર્મગુરૂઓ, જાણીતી હસ્તીઓ, સીએમ અને વિપક્ષોને સલાહ આપી

નવીદિલ્હી:-લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત થઇ ચૂકી છે અને વડાપ્રધાન મોદીએ તમામ મતદાતાઓને  કરવાની અપીલ કરતાં એક બ્લોગ પણ લખ્યો. પીએમ મોદીએ તેની સાથે જ વિપક્ષના મોટામોટા નેતાઓની સાથે રાજ્યોના સીએમ, ખેલાડીઓ, અભિનેતાઓ, અભિનેત્રીઓ, બિઝનેસ જગતની પ્રખ્યાત હસતીઓને ટ્વિટમાં ટેગ કરી મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવાની અપીલ કરી. પીએમએ તેમાં પોતાના ઘોર વિરોધી વિપક્ષના નેતાઓ રાહુલ ગાંધી, મમતા બેનર્જી, તેજસ્વી યાદવ સહિત  બીજા કદાવર નેતાઓને ટેગ કર્યા. પીએમે તબક્કાવાર ટ્વિટમાં ટેગ કરી તમામ નેતાઓને મતદાતાઓને જાગૃત કરીને વોટ આપવા માટે પ્રોત્સાહિત કરવાની અપીલ કરી. પીએમ એ આ સંબંધમાં એક બ્લોગ પણ લખ્યો છે અને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો. પીએમે ટ્વિટ કરી હું રાહુલ ગાંધી, મમતા બેનર્જી, શરદ પવાર, માયાવતી,  યાદવ, તેજસ્વી યાદવ અને એમકે સ્ટાલિનને અપીલ કરતાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકોને મતદાન માટે જાગૃત કરો. મતદાન માટે મોટી સંખ્યા આવવી આપણા લોકતંત્રના માળાને મજબૂતી માટે ખૂબ સારું રહેશે.

વડાપ્રધાન મોદીએ એક બીજી ટ્વિટમાં આ જ રીતે સંદેશ આપતા ચંદ્રબાબુ નાયડુ, એચડી કુમારસ્વામી, નવીન પટનાયક, અને વાઇએસઆર જગનમોહન  પણ ટેગ કર્યા. એક બીજી ટ્વિટમાં પીએમે નીતીશ કુમાર, સિક્કિમના પવન ચામલિંગ, અને રામવિલાસ પાસવાનને પણ ટેગ કરતાં મતદાન માટે લોકોને જાગૃત કરવાની અપીલ કરી.

વડાપ્રધાને માત્ર રાજકીય હસતીઓને જ મતદાન માટે લોકોને ઉત્સાહિત કરવાની અપીલ કરી નથી. નોબેલ પુરસ્કારથી સમ્માનિત કૈલાસ સત્યાર્થી, પૂર્વ આઇપીએસ અને હવે રાજ્યપાલ કિરણ  સાઉથના પ્રખ્યાત ફિલ્મ એકટર મોહનલાલ અને સુદર્શન પટનાયકને પણ ટેગ કરી આવી જ અપીલ કરી. રમતજગતની દિગ્ગજ હસતીઓ કિંદાબી શ્રીકાંત, ઓલમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, સુશીલ કુમાર, પીવી સિંધુને પણ વડાપ્રધાને મતદાન માટે જાગૃત કરવામાં પોતાની ભૂમિકા નિભાવાની અપીલ કરી.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ દેશના દિગ્ગજ આધ્યાત્મિક ગુરૂઓને પણ  આ મહાપર્વમાં પોતાની ભૂમિકા નિભાવા માટે અપીલ કરી. પીએમે સદગુરૂ, શ્રી શ્રી રવિશંકર અને રામદેવને ટેગ કરતાં લખ્યું કે તમારા જેવા આધ્યાત્મિક વ્યક્તિ પોતાના શબ્દો અને કૃત્યોથી ઘણા બધાને પ્રભાવિત કરે છે. હું તમને ભલામણ કરું છું કે તમે લોકોને મતદાન માટે જાગૃત કરો. તેની સાથે જ ઉદ્યોગગજતની જાણીતી  આનંદ મહિન્દ્રા, રતન ટાટા, અને આશિષ ચૌહાણને પણ પીએમે આવી જ અપીલ કરી.

Related posts

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીપદ માટે ધોકો પછાડતી શિવસેના

Nawanagar Time

2018 બાદ હવે 2019માં નવા વર્ષના બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ માં શું ફેરફાર થયો,જાણો આજના ભાવ…

Nawanagar Time

અયોધ્યામાં દિવાળી, કાલે ભૂમિપૂજન

Nawanagar Time

Leave a Comment