Nawanagar Time
સ્વાદ પકવાન

ગાંઠિયા તો તમે લગભગ ચા સાથે જ ખાધા હશે,હવે બનાવો આ ‘શાહી કાજુ-ગાંઠિયાનું શાક’

make-these-royal-cashew-nuts-and-gathiya

સામગ્રી :-

  • 5 ટેબલ સ્પૂન તેલ
  • 1 કપ ટમેટાની ગ્રેવી
  • 1 કપ કાંદાની ગ્રેવી
  • 1/2 કપ છાશ
  • 50 ગ્રામ ગાંઠિયા
  • 50 ગ્રામ કાજુ
  • 2 ટીસ્પૂન આદુ-મરચાની પેસ્ટ
  • 20 -25 કળી લસણની પેસ્ટ
  • 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1/2 ટીસ્પૂન હળદર
  • 1/2 ટીસ્પૂન ધાણાજીરું
  • 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ( ઓપ્શનલ )
  • 1/2 ટીસ્પૂન ખાંડ
  • 1/2 ટીસ્પૂન લીંબુ નો રસ
  • ચપટી રાય-જીરું
  • ચપટી હિંગ પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મીઠો લીમડો
  • થોડી કોથમીર

સીઝનીંગ માટે

  • તજ
  • તમાલપત્ર
  • સૂકું લાલ મરચું
  • બાદિયા

તૈયારી :

  • ટમેટાને મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી બનાવી લેવી,
  • કાંદાની પણ ગ્રેવી બનાવી લેવી,
  • કોથમીરને બારીક સમારી લેવી.

બનાવવાની:-

સૌ પ્રથમ એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ લો. મીડીયમ ફ્લેમ રાખી કાજુને રોસ્ટ કરો. લાઈટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી રોસ્ટ કરો અને પછી બાઉલમાં કાઢી લો.તેજ કડાઈમાં બાકી રહેલું 3 ટેબલ સ્પૂન ઓઇલ નાખી મીડીયમ ફ્લેમ તેલ પર ગરમ થવા દો. તેલ ઇનફ ગરમ થાય એટલે તેમાં રાય-જીરું નાખો. રાય તતડી ગયા બાદ તેમાં હિંગ, તજ, તમાલપત્ર, બાદિયા, સૂકું મરચું અને મીઠો લીમડો નાખી મિક્સ કરો.ત્યારબાદ તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ ઉમેરી એકાદ મિનિટ ચડવા દો.

એક મિનિટ પછી તેમાં કાંદાની ગ્રેવી  નાખો. સાથે હળદર, અડધો ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી લો અને બે મિનિટ ચડવા દો.હવે તેમાં ટમેટાની ગ્રેવી  ઉમેરો અને ઢાંકણ ઢાંકીને પાંચેક મિનિટ્સ ચડવા દો.ત્યાં સુધીમાં થોડા કાજુ અને થોડા ગાંઠિયાને ગ્રાઇન્ડ કરી પાવડર બનાવી લો. કાજુ, ગાંઠિયાનો પાવડર બનાવી ગ્રેવીમાં નાખવાથી ગ્રેવી ઘટ્ટ બને છે અને ગ્રેવીનો ટેસ્ટ પણ સારો આવે છે.પાંચ મિન્ટ્સ પછી મીઠું, ખાંડ, લીંબુનો રસ, ક્રશ કરેલો કાજુનો પાવડર અને ક્રશ કરેલો ગાંઠિયાનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.તેમાં છાશ ઉમેરો અને સાથે 250 મિલી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી લો. અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ્સ સુધી ચડવા દો.પાંચ મિનિટ્સ પછી તેમાં બચેલો ગરમ મસાલો, ધાણાજીરું, આખા ગાંઠિયા અને રોસ્ટેડ કાજુ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.તૈયાર છે ઈઝી અને મસાલેદાર ‘શાહી કાજુ-ગાંઠિયાનું શાક’.

સર્વિંગ બાઉલમાં લઇ કોથમીરથી ગાર્નિશ કરી રોટલી, પરોઠા કે પૂરી સાથે સર્વ કરો.

Related posts

માત્ર 15-20 માં તૈયાર થઈ જશે આ દૂધનો ટેસ્ટફુલ હલવો.

Nawanagar Time

ટ્રેડિશનલ ગુજરાતી વાનગી ખાટા ઢોકળા

Nawanagar Time

ગરમીમાં ઠંડક મેળવવા પીઓ ગ્રીન મસાલા છાશ

Nawanagar Time

Leave a Comment