Nawanagar Time
સ્વાદ પકવાન

આજના ભોજનમાં બનાવો આ હેલ્થી અને ટેસ્ટફૂલ ચણા-પાલક દાળ.

make-this-todays-meal-the-healthy-and-test-free-chickpea-dill

સામગ્રી

  • 1 બાઉલ – ચણાની દાળ
  • 700 ગ્રામ – પાલક
  • 2 નંગ – સમારેલી ડુંગળી
  • 10-12 કળી – લસણ
  • 1 ટૂકડો – આદુ
  • 1 ચમચી – જીરૂ
  • 3 નંગ – લીલા મરચા (સમારેલા)
  • 1 ચમચી – લાલ મરચું
  • 1/2 ચમચી – હળદર
  • 2 ચમચી – ધાણા પાવડર
  • 2 ચમચી – ટામેટાની પ્યુરી
  • 3 ચમચી – તેલ
  • સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત:-

સૌ પ્રથમ ચણાની દાળને પલાળી લો. હવે પાલકને એકદમ ઝીણી સમારીને ધોઇ લો. હવે પાલકની ભાજી અને ચણાની દાળને પ્રેશર કુકરમાં ઉમેરો તેમા બે કપ પાણી નાખીને બાફી લો. ઢાંકણ બંધ કરીને 10-15 મિનિટ રહેવા દો. હવે તેજ આંચ પર 2 સીટી વાગવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી લો અને પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લો. દાળ અને પાલક બરાબર ગળી ગયા હશે. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા રાખો. તેમા આદુ અને લસણ ઉમેરી. તે બાદ ડુંગળી, જીરૂ અને લીલા મરચા ઉમેરીને બરાબર સાંતળી લો. ડુંગળી આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા લીલા મરચા ઉમેરી લો. હવે તચેમા મીઠું, લાલ મરચુ, હળદર અને ધાણા પાવડર ઉમેરીને સાંતળી લો. મસાલો બરાબર સાંતળી લો એટલે તેમાં ટામેટાની પ્યોરી ઉમેરી લો. હવે ઉપરથી દાળ પાલક ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો. તેમા જરૂરિયાત મુજબ પાણી ઉમેરો. તે બાદ 5 મિનિટ તેને ઉકળવા દો. હવે ગેસની આંચ બંધ કરીને એક બાઉલમાં નીકાળી લો. તૈયાર છે મસાલેદાર દાળ પાલક.. જેને તમે રોટલી, ભાત, તંદુંરી રોટલી કે રૂમાલી રોટલી સાથે સર્વ કરી શકો છો.

 

Related posts

મધર્સ ડે સ્પેશ્યલ રેસિપીઃ ઘરે જ બનાવો ગરમી માં ઠંડક આપતી મેંગો મટકા કુલ્ફી

Nawanagar Time

ઘરેજ બનાવો સાઉથ ઇન્ડિયન સ્ટાયલમાં બજાર જેવી જ આ કેળાની વેફર્સ…

Nawanagar Time

માત્ર 10 મિનિટમાં જ બની જશે ટેસ્ટી ગાજરનું અથાણું

Nawanagar Time

Leave a Comment