Nawanagar Time
સ્વાદ પકવાન

આવી શિયાળાની ગુલાબી ઠંડી માં બનાવો આ સાબરકાંઠાનું ફેમસ મકાઇનું ખીચુ

make-this-winter-in-pink-cold-this-sabarkantha-femas-maize-khichu

સામગ્રી

  • 6-7 કળી લસણ
  • એક ઈંચ આદુનો ટુકડો
  • 5-6 લીલાં મરચાં
  • પા થી અડધી ચમચી અજમો
  • સવા બે કપ મકાઇનો લોટ
  • સ્વાદ અનુસાર મીઠું
  • બે ચમચી તેલ
  • ત્રણ ચમચી દહીં

વઘાર માટે

  • 5 ચમચી તેલ
  • અડધી ચમચી રાઇ
  • અડધી ચમચી જીરું
  • મીઠો લીમડો
  • પા ચમચી હળદર
  • એક આખુ લાલ મરચું

બનાવવાની રીત:-

સૌપ્રથમ મિક્સર જારમાં લસણ, આદુ, લીલાં મરચાં અને અજમો લઈ ક્રશ કરી લો. ત્યારબાદ ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો અને ચાર કપ પાણી નાખો. સાથે જ બે ચમચી તેલ અને અચાદ અનુસાર મીઠું નાખો. ત્યારબાદ અંદર આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી પાણી ઉકળવા દો. પાણી ઉકળવા લાગે એટલે અંદર ધીરે-ધીરે મકાઇનો લોટ નાખતા જાઓ અને વેલણથી હલાવતા રહો. વેલણથી બરાબર હલાવીને બરાબર મિક્સ કરી લો. અંદર જરાપણ ગાંઠા ન રહી જાય. મિશ્રણ એકદમ સ્મૂધ થઈ જાય એટલે અંદર ત્રણ ચમચી દહીં નાખો અને ફરી બધું જ મિક્સ કરી દો. ત્યારબાદ ઢાંકીને ધીમી આંચ પર ચાર મિનિટ ચઢવા દો.

ત્યારબાદ વઘારિયામાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે અંદર રાઇ, જીરું, મીઠો લીમડો, હળદર અને લાલ મરચું નાખો. બધુ તતડી જાય એટલે આ વઘાર મકાઇના લોટ પર રેડો અને ગરમાગરમ સર્વ કરો.

 

Related posts

Woww… કચોરીના શોખીન માટે ખાસ : લીલવાની કચોરી

Nawanagar Time

કઈક નવીન બનાવવા ઇચ્છતા હોય તો આજે જ ઘરે બનાવો આ કાકડીના થેપલા

Nawanagar Time

ઘરે જ બનાવો ગરમીમાં ઠંકડનો અનુભવ કરાવતી રેસ્ટોરાં જેવી કૂલ-કૂલ કોલ્ડ કોફી

Nawanagar Time

Leave a Comment