Nawanagar Time
સ્વાદ પકવાન

સવાર કે સાંજની ચા સાથે રોજ એક જેવો નાસ્તો કરતા હોય તો બનાવી જુઓ આ લસણ-બટાકા પૂરી.

making-it-look-like-a-morning-or-an-evening-snack-with-tea-not-on-the-garlic-potatoes

સામગ્રી:-

  • એક કપ બાફીને મેશ કરેલાં બટાકાં
  • દોઢ કપ ઘઉંનો લોટ
  • એક ચમચી લસણની પેસ્ટ
  • બે ચમચી ઝીણી સમરેલી કોથમીર
  • એક ચમચી આમચૂર પાવડર
  • એક ચમચી લાલ મરચું
  • એક ચમચી હળદર
  • એક ચમચી જીરું
  • મીઠું, સ્વાદ અનુસાર
  • એક ચમચી બેકિંગ સોડા
  • જરૂર મુજબ તેલ

રીત:-

તેલ સિવાયની બાકીની બધી જ સામગ્રી એક મોટા બાઉલમાં ભેગી કરી બરાબર મિક્સ કરી લો. પાણી વગર જ લોટ બાંધી લો. બટાકાના પાણીથી જ લોટ બંધાઇ જશે. લોટ બંધાઇ જાય એટલે ઢાંકીને 10-20 મિનિટ માટે સેટ થવા મૂકી દો.

લોટ સેટ થઈ જાય એટલે એકસરખા માપના નાના-નાના લુવા બનાવી લો. ત્યારબાદ આ લુવામાંથી પૂરીઓ વણી લો. આ દરમિયાન તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થઈ જાય એટલે વારાફરથી પૂરીઓ તળો અને તાવેથાથી દબાવી-દબાવીને ફુલાવવી અને પલટીને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.

 

Related posts

આજના ડિનર માં બનાવો આ સ્વાદિષ્ટ સ્વીટ :-રસ મલાઈ

Nawanagar Time

નાસ્તામાં ટ્રાય કરો બ્રેડ ઉત્તપમ

Nawanagar Time

એકવાર બનાવી જુઓ બંગાળની પ્રખ્યાત મીઠાઈમાંથી એક આ ગોળની ચાસણી ના રસગુલ્લા

Nawanagar Time

Leave a Comment