Nawanagar Time
ગુજરાત જામનગર

આયુષ્યમાન કાર્ડની યોજનામાં ક્ષતિઓના કારણે ખાનગી હોસ્પિટલો માલામાલ

malalals-private-hospitals-because-of-losses-in-life-card-plans

મા અમૃતમ્ અને આયુષ્યમાન કાર્ડમાં કેટલો ખર્ચ થયો? તેનું સ્ટેટમેન્ટ ન મળતાં હાલાકી : વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા રજૂઆત

જામનગર:-મા અમૃતમ્ તેમજ આયુષ્યમાન કાર્ડમાં રહી ગયેલી કેટલીક ક્ષતિઓના કારણે અમુક ખાનગી હોસ્પિટલો ભ્રષ્ટાચાર આચરતી હોવાની રજૂઆત વોર્ડ  12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને થઇ છે.

તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે, એકપણ લાભાર્થીનો મોબાઇલ લિંકઅપ થયો નથી. જેથી મોબાઇલમાં મેસેજ આવતાં નથી અને લાભાર્થીઓને સારવાર બાદ પોતાના કાર્ડની બેલેન્સ કેટલી છે? તેની જાણ હોતી નથી. આ ઉપરાંત સારવાર પાછળ થયેલા ખર્ચનું સ્ટેટમેન્ટ આપવામાં આવતું નથી. પરિણામે,  સારવાર પાછળ કયાં કયાં?, કયો ખર્ચ થયો તેની જાણ રહેતી નથી.

તેમણે વધુમાં ઉમેર્યું છે કે, કેટલીક હોસ્પિટલો સરકારી હોવા છતાં સૌ પ્રથમ ડિપોઝિટ પેટે પૈસા ભરાવવાનો આગ્રહ રાખે છે. તેમણે આ રજૂઆતમાં સ્ટર્લિંગ, વોકહાર્ટ તેમજ સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આવી હોસ્પિટલોમાં લાભાર્થી  ડિપોઝિટ પણ ભરી શકે તેટલી વ્યવસ્થા ન હોય તો, તેની સારવારનું શું તેવો વેધક પ્રશ્ર્ન પણ અલ્તાફ ખફીએ રજૂઆતમાં ઉઠાવ્યો છે.

તેમણે કહ્યું છે કે, આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓની યાદી સરળતાથી મળી શકે તેવી વ્યવસ્થા થવી જોઇએ. ઉપરાંત 75% લાભાર્થીઓને તો પી.એમ.ના પત્રો મળ્યા નથી અને આ કાર્ડથી વંચિત છે.  કાર્ડમાં નામની ભૂલ જોવા મળી રહી છે અને હવે તેમાં સુધારાનો કોઇ વિકલ્પ નથી. જેથી આધાર કાર્ડની માફક આયુષ્યમાન કાર્ડમાં પણ સુધારો થઇ શકે તેવી વ્યવસ્થા થવી જોઇએ. જે હોસ્પિટલો કાર્ડથી સારવારની ના પાડે તેને યોજનામાંથી બાકાત કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ પણ રજૂઆતમાં થઇ છે.

Related posts

એબીવીપી દ્વારા સ્વામી વિવેકાનંદની 156મી જન્મજયંતિની ઉજવણી

Nawanagar Time

જામનગર જિલ્લામાં લગ્નગાળા વચ્ચે કોરોના અટકાવવા સરપંચો અને તલાટીઓને અપાઈ સૂચના: ડે.ડીડીઓ

Nawanagar Time

એસટીના પૈડાં થંભી ગયાં,અને લોકોને સર્જાણી પરેશાની…

Nawanagar Time

Leave a Comment