Nawanagar Time
સ્પોર્ટસ

મલિન્ગાની ટીમમાં ચાર પરેરા, ત્રણ ફર્નાન્ડો, બે મેન્ડિસ

malingas-team-has-four-pereira-three-fernando-two-mandis

કોલંબો:-આગામી ત્રીજી માર્ચથી સાઉથ આફ્રિકામાં શરૂ થનારી પાંચ મૅચોની વન-ડે શ્રેણી માટેની શ્રીલંકાની ૧૭ ખેલાડીઓની ટીમમાં ત્રણ નવા ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. પીઢ ફાસ્ટ બોલર લસિથ મલિન્ગાના નેતૃત્વમાં રમનારી આ ટીમમાં પરેરા અટકવાળા કુલ ચાર ખેલાડીઓ, ફર્નાન્ડો અટકવાળા ત્રણ પ્લેયરો અને મેન્ડિસ અટકવાળા બે ખેલાડીઓ સામેલ છે.

નવા પ્લેયરોમાં બૅટ્સમૅન ઓશાદા ફર્નાન્ડો, બોલર કામિન્દુ મેન્ડિસ અને ઑલરાઉન્ડર પ્રિયમલ પરેરાનો સમાવેશ છે.

સ્પિનર અકિલા દનંજયાને આઇસીસીએ ફરી બોલિંગ કરવાની છૂટ આપી છે. તેણે બોલિંગ-ઍક્શનમાં સુધારો કર્યો છે અને નિયમ મુજબ હવે બૉલ ફેંકતી વખતે તેની કોણી ૧૫ ડિગ્રીની અંદર વળે છે.

શ્રીલંકાની ટીમ: લસિથ મલિન્ગા (કૅપ્ટન), નિરોશાન ડિકવેલા (વાઇસ-કૅપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, ઉપુલ થરંગા, કુસાલ પરેરા, કુસાલ મેન્ડિસ, ધનંજયા ડી’સિલ્વા, થિસારા પરેરા, અકિલા દનંજયા, ઍન્જેલો પરેરા, ઓશાદા ફર્નાન્ડો, કામિન્દુ મેન્ડિસ, પ્રિયમલ પરેરા, ઇસુરુ ઉદાના, વિશ્ર્વ ફર્નાન્ડો, કાસુન રજિથા અને લક્ષન સૅન્ડકન.

Related posts

પત્ની પૂજાએ કર્યા ચેતેશ્વરના હેરકટ

Nawanagar Time

વિશ્વકપ 2019: આ વખતે સૌ પ્રથમ વખત લાગુ થશે આ નવા નિયમો

Nawanagar Time

જામનગરમાં રાજ્યકક્ષાની બીચ વોલીબોલ સ્પર્ધા રદ

Nawanagar Time

Leave a Comment