Nawanagar Time
સ્પોર્ટસ

મલિંગાની પત્નીના યોર્કરથી ટીમ ઘાયલ

malingas-wife-wounded-team-from-yorker

શ્રીલંકા ક્રિકેટ ટીમ મેદાન ઉપર ઘણું ખરાબ પ્રદર્શન કરી રહી છે. જોકે હવે સમાચાર આવી રહ્યા છે કે ટીમના ખેલાડીઓ પણ ટેન્શનની સ્થિતિમાં છે અને એકબીજા સાથે સરખી રીતે વાત પણ કરતા નથી. થોડા દિવસો પહેલા જ શ્રીલંકાના ઓલરાઉન્ડર તિસારા પરેરાની વન-ડે અને ટી-20ના કેપ્ટન લસિથ મલિંગાની પત્ની સાથે રકઝક થઈ હતી. આ બબાલ મલિંગાની પત્ની તરફથી સોશિયલ મીડિયા પર કરેલ કોમેન્ટથી થઈ હતી. મલિંગાની પત્નીએ સોશિયલ મીડિયા દ્વારા થિસારા પર આરોપ લગાવ્યો હતો કે શ્રીલંકાની રાષ્ટ્રીય ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે શ્રીલંકાના રમત મંત્રીને મળ્યો હતો.

થિસારાએ પણ આ વાતનો જવાબ સોશિયલ મીડિયા દ્વારા આપ્યો હતો. તેણે ફેસબુક પર 2018માં વન-ડેમાં કરેલા પ્રદર્શનના આંકડા રાખ્યા હતા. તેણે આ આંકડાને બેસ્ટ ગણાવ્યા હતા. થિસારા પરેરાએ શ્રીલંકાના ક્રિકેટ અધિકારી એશ્લે ડી સિલ્વાને પણ લેટર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે આ પ્રકારની વાત જ્યારે ટીમના કેપ્ટનની પત્ની તરફથી કરવામાં આવે તો લોકો તેના ઉપર જ વિશ્વાસ કરશે અને તેમને વિશ્વાસ ન કરતા રોકવા મુશ્કેલ છે. આ લેટરમાં થિસારાએ એમ પણ કહ્યું હતું કે ટીમના કેપ્ટનની પત્ની તરફથી આવી ટિપ્પણી પછી ડ્રેસિંગ રુમનો માહોલ પહેલા જેવો રહ્યો નથી. ખેલાડીઓનો વ્યવહાર બદલાઈ ગયો છે.

Related posts

ગુજરાતના રમતવીરોને ઉચ્ચકક્ષાની તાલીમ આપવા સરકાર કટીબદ્ધ: નિતીન પટેલ

Nawanagar Time

IPL-2020નો કાર્યક્રમ જાહેર: MI અને CSK વચ્ચે પ્રથમ ટક્કર

Nawanagar Time

ઘરે બેઠા ટીમ ઇન્ડિયાના પ્લેયરો પર રખાતી નજર

Nawanagar Time

Leave a Comment