Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારમાં મંડળીઓમાં કરોડોની અને સહકારી બેંકોમાં અબજોની હેરાફેરી

manipulating-billions-in-crores-of-crores-and-cooperative-banks-in-hollar

નોટબંધી બાદથી અત્યાર સુધીના હિસાબો અગાઉના વર્ષોની સરખામણીએ તલસ્પર્શી રીતે તપાસાય તો ઘણું બહાર આવે

જામનગર:-નાણાંકીય રીતે સદ્ધર ગણાતા હાલાર  ઉધોગ, ધંધા, નોકરી, શ્રમ વગેરેથી તો નાણાં રળવામાં આવે છે પરંતુ જેમ ધીરધાર એક ખુબ મોટો ફુલ્યો ફાલ્યો વ્યવસાય બની ગયો છે. તેમ સહકારી મંડળીઓ અને કોઓપરેટીવ બેંકોના તમામ વ્યવહાર કસોટીની એરણે કદાચ દર વખતે ખરા ન પણ ઉતરે.

વર્ષોથી ગેરવહીવટના કારણે નામશેષ થઇ ગયેલી નાગરિક સહકારી બેંક, જામજોધપુરમાં  ખેડૂતોના ફીકસ ડીપોઝીટના કરોડો રૂપિયા બેંકમાંથી કયાં ગયાં તે હજુ બહાર આવ્યુ નથી, જામનગર તાલુકાની બે સઘ્ધર મંડળીઓમાં નાણાંઓની જંગી ઉચાપટ, અમુક યાર્ડની ચાલતી તપાસ અને હિસાબ રોજમેળ ત્રણ વર્ષના નિયમીત ન હોવાની ચોંકાવનારી વિગતો, મંડળીઓના હિસાબ, કિતાબ માટે માહિર દ્વારા બધુ જ સમુનમુ કરી આપવાનો સવેતન ગૃહ ઉદ્યોગ  અનેક ફરિયાદી અનેક આરટીઆઇ બાદ પણ જિલ્લા સહકારી રજીસ્ટ્રાર કચેરી કડક પગલા લઇ શકી નથી.

પારદર્શિતાના કહેવાતા પાલન વચ્ચે સંખ્યાબંધ મંડળીઓના જ સભ્યોએ પણ ચોંકાવનારી અરજીઓ કરી છે. અમુક અરજીઓ ઇન્વર્ડ થઇ નથી. છેલ્લા ત્રણ વર્ષ, કેલેન્ડર વર્ષ 2016, 2017, 2018 દરમ્યાનની ગેરરીતિઓ છાપરે ચઢીને પોકારે છે જેમાં મંડળીઓના  સભ્યોને આઉટ ઓફ વે ધીરાણ (અમર્યાદીત), યોગ્યને અન્યાય, ધીરાણ વસુલવામાં ચોકકસ કેસમાં  ઢીલાસ, મંડળીના વાર્ષિક હિસાબ, ખાસ અહેવાલ અને ઓડીટ રિપોર્ટની અનિયમીતતા, અમુક કો.ઓપરેટીવ બેંકના અમુક ડાયરેકટરોએ લીધેલા લાભ અંગે આક્ષેપ કરતી ફરિયાદોની અરજીઓ, નાણાંકીય વ્યવહાર ઘણી વખત મંડળીના સભ્ય, મંડળીના હોદેદાર, કો.ઓપ.બેંક કે યાર્ડના ડાયરેકટરોની જાણ બહારના વ્યવહાર,  અમુક કિસ્સામાં ભાગ બટાઇમાં મોટા ડખ્ખાઓ વગેરે બાબતો અંગે સરકારક્ષેત્રના અનેક નિષ્ણાંતોએ આંગળી ચીધી છે જો તંત્ર ઇચ્છા શકિતથી તપાસ કરે તો આ તમામ બાબતો રેકર્ડ ઉપર આવી જશે તેમજ ચોકકસ વ્યકિતને ત્યાં રહેતા રેકર્ડ સાથે પણ ચેડા થાય છે કે કેમ તે પણ તપાસ માંગી લે છે અને  સિવાય જવા ઓડીટ કરાવાય છે ત્યાં પણ વોચ જરૂરી છે.

Related posts

સાયકલવીરોની કમાલ: 90 કલાકમાં 1200 કિમીનું અંતર કાપ્યું

Nawanagar Time

એકને બદલે બીજા અસલમને કોરોના પૉઝિટીવ જાહેર કર્યો!

Nawanagar Time

જીજીની પૅથોલોજી ટીમે 10 હજાર કોરોગ્રસ્ત દર્દીઓના લોહીની ચકાસણી કરી

Nawanagar Time

Leave a Comment