Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં પ્રથમ વખત નેત્રહીનો માટે ચેસ ટુર્નામેન્ટ યોજાઇ: રાજ્યભરના અનેક સ્પર્ધકોએ ભાગ લીધો

many-participants-from-the-state-participated

ખંભાળિયા:-ખંભાળિયામાં ગુજરાત બ્લાઇન્ડ (નેત્રહીન) ચેસ ટુર્નામેન્ટનું રાજ્યકક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત અહિંના લોહાણા વિદ્યાર્થી ભવનના બરછા હોલ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની આ નેત્રહીનો માટેની ચેસ સ્પર્ધામાં રાજ્યના વિવિધ  પચાસથી વધુ નેત્રહીન ખેલાડીઓએ ભાગ લઇ, ચેસની રમતમાં તેમનું કૌશલ્ય દર્શાવ્યું હતું. આ કાર્યક્રમ માટે જિલ્લા સાંસદ પૂનમબેન માડમ તથા અહિંના દાતા અગ્રણી પ્રતાપભાઇ દત્તાણી અને સામાજિક કાર્યકર ધીરેનભાઇ બદીયાણીનો આર્થિક સહયોગ સાંપડયો હતો. આ બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટમાં વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ માટે સર્વ શિક્ષા અભિયાન-દેવભૂમિ  જિલ્લાના પ્રાથમિક વિભાગના દિવ્યાંગ બાળકો-કર્મચારીઓએ સ્વયંસેવકો તરીકે ફરજ બજાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રજ્ઞાચક્ષુ મંડળ-ખંભાળિયાના પ્રમુખ રમેશભાઇ બી. લાલ, નટુભાઇ કુંડલીયા, મંત્રી પુરૂષોતમભાઇ એલ. નકુમ સાથે ભાયાભાઇ નંદાણીયા, નરેન્દ્રભાઇ જગડા, મહેન્દ્રભાઇ જોશી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

Related posts

જામનગર મહાપાલિકામાં અડધો-અડધ જગ્યાઓ ખાલી

Nawanagar Time

ઓખામાં મહિનામાં એક જ વખત પાણી વિતરણ! બજેટમાં પાણી માટે ખાસ જોગવાઇ

Nawanagar Time

સવર્ણ આરક્ષણ બિલ મુદ્દે રાજ્યસભા સ્થગિત…

Nawanagar Time

Leave a Comment