Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર તથા દ્વારકા જિલ્લાની અનેક નાની સિંચાઈ યોજનાઓ અધુરી

many-small-irrigation-projects-in-jamnagar-and-dwarka-districts

નર્મદા નીર ઉપર જ આધાર રાખવાના બદલે સ્થાનિક કક્ષાએથી ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીનો સંગ્રહ કરવો જરૂરી

જામનગર:-જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો હંમેશા અપૂરતા વરસાદના કારણે પાણીની ખેંચ ધરાવતો અછતગ્રસ્ત જિલ્લો હોય, દર વર્ષે પાણીની ભયંકર કટોકટી ઉભી થાય છે અને એકમાત્ર વિતકલ્પ તરીકે નર્મદા યોજનાનો આધાર  છે. આ પરિસ્થિતિના કાયમી નિવારણ માટે સ્થાનિક કક્ષાએ ગ્રામ્ય તળાવો, ચેકડેમ તેમજ નાની સિંચાઈ યોજનાના ડેમ ઉંડા ઉતારી તથા તૂટેલા તળાવો, ચેકડેમો રીપેરીંગ કરી સ્થાનિક કક્ષાએ વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેવું નક્કર આયોજન કરવું ખૂબજ જરૂરી છે.

જામનગર તથા દ્વારકા જિલ્લામાં હંમેશા વરસાદની ઘટ રહે છે  બરાબર પણ જ્યારે સારો વરસાદ પડે છે ત્યારે આ વરસાદનું પાણી અપૂરતી સંગ્રહશક્તિને કારણે દીરયામાં જતું રહે છે. આ પરિસ્થિતિના નિવારણ માટે વરસાદનું પાણી વધુમાં વધુ સંગ્રહ કરવામાં આવે તે માટે સંગ્રહશક્તિ વધારવામાં આવે તે જરૂરી છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ તળાવો, ચેકડેમ અને નાની સિંચાઈના ડેમ  ઉતારી વરસાદી પાણીની સંગ્રહશક્તિ વધારવામાં આવશે તો આ જિલ્લાને નર્મદા યોજનાનું પાણી પહોંચાડવા માટે જંગી ખર્ચ કરવામાં આવે છે તે પણ બચત થશે.

આ જિલ્લાની અનેક નાની સિંચાઈ યોજનાઓ હાથ ધરવાનું આયોજન છે પણ હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી. જેમ કે રૂપારેલ સિંચાઈ યોજના (વાણિયા ગામ) તેનું કામ  છે તથા ખારવા નાની સિંચાઈ યોજના, જીણાવારી નાની સિંચાઈ યોજના, રંગપરી નાની સિંચાઈ યોજના અમલી બને તો ગઢકા, ધુમથર, ખીજદળ, ચ5પર, સિદ્ધપુર, જામપર, રંગપર, રાજપરા, કલ્યાણપુર જેવા અનેક ગામોને લાભ મળે. ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ પાસે વગળી સિંચાઈ યોજના છેલ્લા દસ-બાર વર્ષથી અધૂરી પડેલી  છે. મેતા સિંચાઈ યોજના મુ.  જેવી અનેક યોજના અધૂરીઅથવા શરૂ કરવામાં આવેલ નથી. આ તમામ યોજનાઓ પૂર્ણ કરવામાં આવે તે પણ જરૂરી છે તે માટે જમીન સંપાદન અંગેની કાર્યવાહી ઝડપી કરવા તેમજ અસરગ્રસ્ત ખેડૂતો જમીનનું પૂરતું વળતર આપવામાં આવે તે પણ જરૂરી છે અને અપૂરતા સ્ટાફની કાયમી સમસ્યાનું નિવારણ કરવું ખૂબજ આવશ્યક છે. હાલ  પંચાયત જામનગરમાં સિંચાઈ વિભાગમાં 68ના મહેકમ સામે માત્ર ર4 જગ્યા ભરેલ છે તેમજ સ્ટેટ સિંચાઈ વિભાગમાં પણ અપૂરતો સ્ટાફ છે તો અપૂરતા સ્ટાફના અભાવે સિંચાઈના કામો થઈ શકતા નથી. છેલ્લા દસથી બાર વર્ષમાં ગ્રામ્ય લેવલે સિંચાઈના પાણીનો વપરાશ આઠથી દસ ગણો વધ્યો છે તો તેની સામે ગ્રામ્યકક્ષાએ જે હૈયાત  તથા તળાવો છે તેમજ નવા બનાવીને દસ ગણી પાણી સંગ્રહશક્તિ દરેક ગામે વધારવી જોઇએ. જેથી 20થી રપ ઈંચ વરસાદ પડે તો ગામનું પાણી ગામમાં રોકાઈ જાય. જામનગર જિલ્લો કાયમી ધોરણે નર્મદા યોજના ઉપર આધારીત ન રહે તે માટે સ્થાનિક કક્ષાએ જળસંચય વધારી નક્કર કાર્યવાહી હાથ ધરવા માગણી, જામનગર જિલ્લા  ઉપપ્રમુખે સિંચાઈ પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે.

Related posts

જામનગરના સાંસદ પૂનમબેન માડમે મંદબુદ્ધિના બાળકોને સ્વેટર વહેંચ્યા

Nawanagar Time

આરટીઓમાં લર્નિંગ લાયસન્સની આવકમાં જબરો ફટકો

Nawanagar Time

લાલપુર મામલતદારની જોહુકમી સામે વકીલમંડળ મેદાને

Nawanagar Time

Leave a Comment