Nawanagar Time
ઇન્ટરનેશનલ

હવે આતંકવાદી ઓની ખેર નથી. મસુદ અઝહર પર ગાળિયો કસાયો: પાકિસ્તાન એકલું અટુલું. વાંચો…

masood-azhar-spent-the-money-pakistan-alone

અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જૈશના મસૂદને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવાની ફરજ પડી

ન્યુયોર્ક:-પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામે ભારતે કૂટનીતિક રીતે મોટી સફળતા મેળવી છે. બુધવારે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જૈશ-એ-મોહમ્મદના મસૂદ અઝહરને બ્લેકલિસ્ટ કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેમાં કહેવાયું કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ  દ્વારા જ  ભારતીય અર્ધસૈનિક બળ  કાફલા પર હુમલો કર્યો હતો.

અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે 15 સભ્યોવાળી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિને કહ્યું કે તેઓ મસૂદ  અઝહરની સામે હથિયાર બેન, વૈશ્વિક પ્રવાસ પર પ્રતિબંધ લગાવે અને તેની સંપત્તિ જપ્ત કરવામાં આવે. આ પહેલા એવી ખબરો આવી હતી કે ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિબંધિત કરાયેલા  મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે. વીટો પાવર ધરાવતા ત્રણ દેશોએ મળીને આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ રજૂ થતા જ સંયુક્ત રાષ્ટ્રએ પાછલા 10 વર્ષમાં ચોથી વખત મસૂદ અઝહરને  વૈશ્વિક આતંકી જાહેર કરવાની માગણી કરાઈ છે. આ બધાની વચ્ચે ભારત કુટનીતિક રીતે  દેશોને જૈશ અને પાકિસ્તાનના સંબંધો વિશે જણાવી રહ્યું છે. એટલું જ નહીં અબૂધાબીમાં એક માર્ચે થનારી ઈસ્લામિક દેશોની બેઠકમાં પણ ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આ મુદ્દાને ઉઠાવી શકે છે. આ સિવાય જૈશ અને પાકિસ્તાન સેના વચ્ચેની મિલીભગતના પુરાવા પણ રજૂ કરી શકે છે. ભારતના આ પ્રયાસમાં તેને અમેરિકા  પશ્ચિમી દેશોનું સમર્થન મળી રહ્યું છે. ભારતને   યુનાઇટેડ આરબ એમિરાત  અને સાઉદી અરબ જેવા ઈસ્લામિક રાષ્ટ્રો તરફથી પણ સહયોગ મળી રહ્યો છે.

Related posts

નેતા અને સૈન્ય બાદ પાક. ક્રિકેટર શાહિદ અફ્રિદીએ LOC પર જવાનું એલાન કર્યું

Nawanagar Time

પૈસા, સમય બધુ જ વ્યર્થ ગયું: દુતિ ચંદ

Nawanagar Time

આઇસીસી તટસ્થ નથી;અખ્તર

Nawanagar Time

Leave a Comment