Nawanagar Time
ગુજરાત જામનગર

સામૂહિક આપઘાત કેસમાં ન્યાય માટે વણિક સમાજની મૌન રેલી

maun-rally-of-non-violence-for-justice-in-mass-suicide-case

એક જ પરિવારના પાંચ-પાંચ સભ્યોના આપઘાત કેસમાં ન્યાય ક્યારે મળશે? વણિક કંદોઈ સુખડિયા જ્ઞાતિનો અણિયારો સવાલ

જામનગર:-જામનગરના હવાઇ ચોક પાસેના સૂર્યમુખી ચોક ખાતે વણિક પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા પીને કરેલા આપઘાતના બનાવે સમગ્ર પંથકને ચોંકાવી દીધું હતું. આ પ્રકરણમાં હજૂ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. આપઘાતના કેસમાં ન્યાય કયારે મળશે? તેવા સવાલ દરેક સ્થળેથી ઉઠી રહ્યાં છે ત્યારે આજે જામનગર વણિક કંદોઇ સુખડિયા જ્ઞાતિ (જૈન) વિશાળ મૌન રેલી કાઢી ઝડપી ન્યાયની માગણી કરવામાં આવી હતી.

જામનગરના સાકરિયા પન્નાલાલ મોતીચંદના પરિવારના પાંચ-પાંચ સદસ્યોની આત્મહત્યાના બનાવમાં ન્યાય ઝડપથી મળી રહે તેવા હેતુથી સમાજની વાડી ભાટની આંબલી, ગોવાળની મસ્જિદ સામેથી મૌન રેલી બપોરે 3.00 કલાકે રેલી યોજાઈ હતી. આ રેલીના માધ્યમથી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં અને મૃતકોને ઝડપી ન્યાયની માંગણી કરવામાં આવી હોવાનું જ્ઞાતિના પ્રમુખ સુરેશભાઇએ જણાવાયું છે.

નોંધનિય છે કે, ફરસાણના વ્યવસાય સાથે જોડાયેલા દીપકભાઇ સાકરિયાએ માતા, પત્ની અને બે માસુમ સંતાનો સાથે ઝેરી દવા પીને મોત વ્હાલું કર્યું હતું. આ આત્મઘાતી પગલાં પાછળ આર્થિક સંકડામણ અને વ્યાજખોરોનો ત્રાસ કારણભૂત હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે પોલીસ પણ જુદી જુદી દિશાઓમાં તપાસ કરી રહી છે. આ ઘટનાને ઘણા દિવસો વિતી ગયા હોવા છતાં હજુ ન્યાય મળ્યો ન હોય આજે મૌન રેલીથી તંત્રના કાન સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Related posts

આન, બાન અને શાન સાથે સ્વતંત્રતા પર્વની જિલ્લાભરમાં ઉજવણી

Nawanagar Time

સીસી ટીવી કેમેરા માત્ર આસ્ફાલ્ટ રોડ નહીં પ્રતિબંધિત વિસ્તારોમાં પણ જરૂરી

Nawanagar Time

હવે LED લાઈટ માટે ઉગ્ર આંદોલન, વિપક્ષ નેતાએ લખ્યો કમિશનરને પત્ર

Nawanagar Time

Leave a Comment