Nawanagar Time
ગુજરાત જામનગર

મેયર સાહેબ હવે તો કંઇક કરો! મેયરના વોર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય

mayor-sahib-now-do-something-dirt-kingdom-in-the-mayors-ward

વોર્ડ નં.10માં સમગ્ર વિસ્તારમાં ઠેર-ઠેર કચરના ઢગલા: પશુ, ટ્રાફિકનો કાયમી પ્રશ્ર્ન: નવી શાક માર્કેટ બનાવવાના વચનો સત્તાધીશો ભૂલી ગયા?

જામનગર:-વોર્ડ નં.10માં આવેલ સુભાષ શાક માર્કેટ અત્યંત ગીચ વિસ્તારને કારણે અહીં વર્ષો જુનો  પ્રશ્ર્ન છે, મજાની વાત તો એ છે કે આ વોર્ડ મેયર હસમુખભાઇ જેઠવાનો છે, તેમ છતાં અહીં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે. સુભાષ શાક માર્કેટ એ જામનગરનો જુનો વિસ્તાર છે, અહીં વર્ષો પૂર્વે પણ શાકની હરરાજી થતી હતી અને આજે પણ વ્હેલી સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા  શાકભાજીના વેચાણ અર્થે નાના વેપારીઓ આવતા હોય છે. નિયમીત સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી સતત ટ્રાફિક રહે છે, આ વિસ્તાર અત્યંત ગીચ છે, તેમજ અહીં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ટ્રાફિક અને ગંદકી આ વિસ્તારની મુખ્ય સમસ્યા વ્હેલી સવારે અહીંના રહેવાસીઓ પોતાના બાળકોને શાળાએ મુકવા જાય કે  વ્યવસાયના સ્થાને જવુ હોય તો ટ્રાફિકના કારણે અત્યંત અગવડતાનો સામનો કરવો પડે છે.

આ વિસ્તારમાં જૂની સુભાષ શાક માર્કેટ પાડી અને નવી બનાવવાનો ઠરાવ પણ મંજુર કરાયો છે, પરંતુ વર્ષો જૂના શાક માર્કેટના આ બાંધકામથી પણ અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે, આ વિસ્તારમાં આવેલ આ શાક માર્કેટની રચના  આજથી વર્ષો પહેલા લોકોની અવર-જવર ઓછી રહેતી હોય, આજે જામનગરમાં વસ્તી વધારો અને વાહન વધારો થયો છે, જેના કારણે વાહનોની સંખ્યા અત્યંત વધી છે, તો બીજી તરફ નિયમીત અહીં શાકભાજી ખરીદનારાઓ પણ વઘ્યા છે, તો આ વિસ્તારમાં રહેનારા લોકો નિયમીત પોતાના વ્યવસાય, રોજીંદા કામકાજ અને બાળકોને શાળાએ લેવા-મુકવા જતા  છે.

mayor-sahib-now-do-something-dirt-kingdom-in-the-mayors-ward
mayor-sahib-now-do-something-dirt-kingdom-in-the-mayors-ward

અહીંના રહેવાસીઓ જણાવે છે કે, સવારથી 11 વાગ્યા સુધી તો ઘોંઘાટના કારણે રહી શકાતુ નથી, ટુ વ્હીલર્સનો ઘોંઘાટ, હોય, ઉપરાંત અહીં શાક માર્કેટના કારણે શાકની બારીવાળાનો દેકારો હોય આવી પરિસ્થિતિમાં રહેવું મુશ્કેલ બન્યુ છે. ઉપરાંત આ વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકી છવાયેલ છે, ગંદકીનો પ્રશ્ર્ન અત્યંત જૂનો પ્રશ્ર્ન છે, આ  વર્ષોથી ગંદકીમાં સબળે છે, રહેવાસીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરાય છે, તેમ છતાં સાફ-સફાઇના મુદ્દે સતાધારીઓ સાંભળતા નથી. સત્તાધારીઓને સાફ-સફાઇ કરવામાં શહેરને સ્વચ્છ રાખવામાં રસ જ ન હોય તેવું આ વિસ્તારના લોકો જણાવે છે, કે આ મેયર હસમુખભાઇ જેઠવાનો વોર્ડ હોય તેઓને પણ અનેક રજૂઆત કરી છે, અહીં ટ્રાફીકની  સફાઇની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, ગાય, ખુટયા, પશુઓનો પણ અત્યંત ત્રાસ છે, આ મેયરનો વિસ્તાર હોવા છતાં પણ તેઓ દ્વારા અમારી સમસ્યા વિશે કંઇ કામગીરી કરવામાં આવતી નથી.

mayor-sahib-now-do-something-dirt-kingdom-in-the-mayors-ward
mayor-sahib-now-do-something-dirt-kingdom-in-the-mayors-ward

અહીં વસવાટ કરતા રેકડી ધારકો કહે છે કે અમો નિયમિત પોતાના ખર્ચે આસપાસનો વિસ્તાર સાફ કરાવીએ છીએ, અહીં સફાઇ કામદારોને સરકાર પગાર  હોય છે, તેમ છતાં દરેક રેકડી ધારક પાસેથી સાફસફાઇના રૂપિયા ઉઘરાવવામાં આવે છે, અહીં સવારે કે સાંજે ઉભુ ન રહી શકાય એવી દુર્ગંધ આવે છે, તેવામાં અમો રોજનું કરી રોજ જમનારા પરિવારને શાકનું વેચાણ કરવું પણ જરૂરી હોય, અહીં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છે, તંત્ર દ્વારા ગંદકીના મુદ્દે કોઇ  કરવામાં આવે તો અમો નાનાપાયાના વેપારીઓ સ્વચ્છ જગ્યાએ શાકભાજીનું વેચાણ કરી શકીશું. અમારા પ્રાણપ્રશ્ર્નોને કોઇ સમજતુ નથી, આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ગંદકીનો પ્રશ્ર્ન છે, કચરો ઉપાડવાની કે કચરો ઠાલવવાની કોઇ જગ્યા તંત્ર દ્વારા ફાળવવામાં આવી નથી.

mayor-sahib-now-do-something-dirt-kingdom-in-the-mayors-ward
mayor-sahib-now-do-something-dirt-kingdom-in-the-mayors-ward

આ વિસ્તારથી મેયર અત્યંત વાકેફ હોય તેમને પણ અનેક રજૂઆતો કરી છે,  દ્વારા પણ કંઇ કામગીરી કરવામાં આવતી નથી, અમો વર્ષોથી ટ્રાફિક, ગંદકી, વગેરે પ્રશ્ર્નોએ રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા અમારા વિસ્તારને સ્વચ્છ સુઘડ બનાવવામાં કોઇ રસ ન હોય તેવું લાગે છે. અત્રે નોંધનીય છે કે મેયર પણ આ વિસ્તારના હોય, આ વિસ્તારમાં રહેતા મોટા વર્ગના હોય, તેમ છતાં અંગત  દાખવી અહીંના નાના વેપારીઓ માટે સ્વચ્છતા વિશે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, અહીંના લોકો કહે છે કે ચુંટણી સમયે તમામ લોકો વોટબેંક માટે મળવા આવે છે ચૂંટણી બાદ કોઇ સત્તાધીશો અમારી અમારા વિસ્તારમાં ફરકતું પણ નથી. આ સમગ્ર વિસ્તાર મેયરનો હોય તેમ  છતાં અમારા વર્ષો જૂના પ્રશ્ર્નોને તેઓ  નથી, રહેવાસીઓનો એક જ પોકાર છે કે, મેયર સાહેબ હવે તો કંઇક સમજો અમારો વિસ્તાર સ્વચ્છ બને અમારા પ્રાણપ્રશ્ર્નોનું નિરાકણ આખરે કયારે થશે?

ચૂંટાયા બાદ કોઇ ફરકતુ નથી

અમારો વિસ્તાર વોર્ડ નં.10માં નિયમીત સફાઇ માટે 20 સફાઇ કામદારની આવશ્યકતા છે તેની જગ્યાએ 15 દિવસે એક વખત માત્ર 8 સફાઇ  આવે છે, ચારે તરફ અત્યંત ગંદકી ફેલાયેલ છે, જેના કારણે ગાય, ભેંસ, ખુટીયા પશુઓનો પણ જમાવડો જોવા મળે છે, કચરો ઉપાડવાની યોગ્ય જગ્યાએ કચરો ઠાલવવાની પણ તંત્ર દ્વારા  કોઇ વ્યવસ્થા કરવામાં નથી આવી રસ્તાની સાઇડમાં કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે, અમો નાના વેપારીઓ રોજનું કરી, રોજ ગુજરાન ચલાવીએ  અમારા વિસ્તારની સમસ્યાઓ કોઇ સમજતું જ નથી, અહીં નિયમીત 40થી 60 ગાયો શાક માર્કેટના ગેટ પાસે ઉભી રહે છે, અવાર-નવાર લોકો તેની ઇજાઓનો ભોગ બને છે.

ઢોર પકડવાની કામગીરી પણ બંધ

શાક માર્કેટમાં અનેક વખત ગાય, ભેંસ, ખુંટીયા ઝઘડો કરે છે ઢોરને પકડવાની કામગીરી પણ તંત્ર દ્વારા નથી કરાતી,  વોર્ડ મેયરનો હોય, મેયરને અંગત રસ દાખવી કામગીરી કરવી જોઇએ, વિસ્તારના પ્રાણપ્રશ્ર્નોને સમજવા જોઇએ, ગંદકીનો નિકાલ કરવો જોઇએ, નાના વેપારીને ધંધામાં અડચણ ઉભી ન થાય તેવું સેટઅપ કરવું જોઇએ પરંતુ કંઇ કામગીરી કોઇ કરતું ન હોય, સફાઇ કામગીરીના પુરતા સ્ટાફની ભરતી કરી અમારો વિસ્તાર સ્વચ્છ સુઘડ બને તેવી અમારી  છે, તંત્ર દ્વારા ટ્રાફિક, ગંદકી, ઢોરને ડબ્બામાં પુરવાની કામગીરી કરવામાં આવે તો અમે અમારો ધંધો વ્યવસ્થિત કરી શકીશું.

 

Related posts

જામજોધપુરના નાગરીકે તમામ જિલ્લા કલેકટરને નોટીસ ફટકારતા ગોધરા જિલ્લામાં પડી અસર

Nawanagar Time

અનોખી ગાંધીગીરીઃ વાહનચાલકોને ગુલાબ આપી સંસ્થા દ્વારા વિરોધ

Nawanagar Time

સ્વ. જેન્તીભાઈના હત્યારાઓને પકડો: ભાનુશાળી સમાજની વિશાળ રેલી

Nawanagar Time

Leave a Comment