Nawanagar Time
ગુજરાત જામનગર

પ્રોટેક્ટ ગર્લ અભિયાન અંતર્ગત મેન્સ્ત્રુંઅલ હાઈજીન અવેરનેસ યોજાયો

mechanical-hygiene-awareness-held-under-the-protect-girl-expedition

જામનગર:-ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોટેક્ટ ગર્લ અભિયાન અંતર્ગત 10000 વંચિત કિશોરીઓને દર મહીને વિનામૂલ્યે સેનેટરી નેપકીન આપવાનું મહા અભિયાન ચાલે છે, આ સંદર્ભે દેશનું ગૌરવ, બ્યુટી ક્વીન બ્રાંડ એમ્બેસેડર ડો.રશ્મિ ખંડેલવાલ (ક્ન્જીનિયાલીટી, ડેજલ મીસીસ. ઇન્ડિયા યુનિવર્સ-2018) કે જેઓ  ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  પ્રોટેકટ ગર્લ  અભિયાનના બ્રાંડ એમ્બેસેડર   તેમના હસ્તે તા.12ના રોજ મંગળવારે સવારે 9-00 વાગ્યે એલ. જી. હરિયા સ્કૂલ ખાતે  તૃત્તીય  મેન્સ્ત્રુંઅલ હાઈજીન અવેરનેસ વર્કશોપ ખુલ્લો મુકવામાં આવેલ હતો.

જેના મુખ્ય મહેમાન પદે  બ્યુટી ક્વીન બ્રાંડ એમ્બેસેડર ડો.રશ્મી ખંડેલવાલ,   એલ. જી. હરિયા સ્કુલના આચાર્યા ભાવનાબેન, ડો.નેહાબેન આચાર્ય (જાણીતા ગાયનેકોલોજિસ્ટ), હિતેશ પંડ્યા ( પ્રોજેક્ટ ડાયરેક્ટર : ચૈતન્ય  ખુશી દેસાઈ, ફ્રેયા કનખરા, જુહી પોરેચા  (એમ. પી. શાહ મેડીકલ કોલેજ) વગેરે હાજર રહયા હતાં. મેન્સ્ત્રુઅલ હાઈજીન અવેરનેસ વિશેના આ ઉપયોગી વર્કશોપમાં  ડો.નેહાબેન આચાર્ય (જાણીતા ગાયનેકોલોજિસ્ટ) દ્વારા  ખુબ જ માહિતીપ્રદ માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.

mechanical-hygiene-awareness-held-under-the-protect-girl-expedition
mechanical-hygiene-awareness-held-under-the-protect-girl-expedition
mechanical-hygiene-awareness-held-under-the-protect-girl-expedition
mechanical-hygiene-awareness-held-under-the-protect-girl-expedition

આ કેમ્પમાં 379 કિશોરીઓને માસિક ધર્મનું વિજ્ઞાન વિષે રસપ્રદ રીતે વાત કરવામાં આવી. અંતમાં  બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચૈતન્ય ટ્રસ્ટના કાર્યકર્તાગણ, એલ. જી. હરિયા સ્કૂલના શિક્ષણગણ, બંસરીબેન ભટ્ટ, અંજનાબેન  વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમજ ચૈતન્ય ટ્રસ્ટના હિતેશ પંડ્યા અને કાજલ પંડ્યા એ માર્ગદર્શન આપેલ હતું. પ્રોટેક્ટ ગર્લ અભિયાન વિશે સહકાર આપવા તેમજ વધુ વિગત માટે કાજલ પંડ્યા,  પંડ્યા મો.7405775787, 94289 86026નો સંપર્ક કરવો.

Related posts

જામનગરના 45 હજાર ઘરોમાં એલઇડીના અજવાળા

Nawanagar Time

કોરોનાના લીધે જામનગરના બાંધણી ઉદ્યોગને પડયો જબરો ફટકો

Nawanagar Time

જામનગરમાં મહિલાનું પ્રસૂતિ દરમ્યાન મોત: વિવાદ

Nawanagar Time

Leave a Comment