Nawanagar Time
ગુજરાત જામનગર

ખાખીના ખૌફ સામે મેર સમાજ આગબબૂલા: કલેકટરને આવેદન

meer-society-against-the-khake-khauf-the-application-to-the-collector

ખોજા બેરાજા ગામની જમીન પ્રકરણમાં પોલીસ ભૂંડી ભૂમિકા વિશે મેર સમાજે કર્યા બેફામ આક્ષેપો

જામનગર:-જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામના સર્વે નંબરમાં 309 વાળી  કરોડો રૂપિયાની કીમતી જમીનની માલિકીનું પ્રકરણ હાલ ચર્ચાસ્પદ બન્યું છે. પોલીસને સાથે રાખી બિલ્ડર દ્વારા  જમીન પરાણે આંચકી લેવાના પ્રયાસને પગલે બે મહિલાઓએ ઝેરી દવા પી લેતા મામલો ગરમાયો છે. જેમાં ખાખીના ખૌફ સામે આજે મેર સમાજ દ્વારા વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોલીસ વિરૂદ્ધ બેફામ આક્ષેપો કર્યા હતાં.

જામનગર નજીક આવેલ ચંગા ગામે રહેતા અને ખોજાબેરાજા ગામે લાંબા સમયથી જમીનનો કબજો ધરાવી વાવેતર કરતો મેર પરિવારને પરેશાન કરવા બે દિવસ પૂર્વે પોલીસની આગેવાનીમાં બિલ્ડરો અને ભૂમાફીયાઓએ કબજો મેળવવા પ્રયાસ કરતાં મેર પરિવારની બે મહિલાઓએ ઝેર ગટગટાવી લીધું હતું. સસોઈ ડેમ નજીક રોડ ટચ જમીનની માલિકી મેળવવા સામા પક્ષે એનકેન પ્રકારે લાંબા સમયથી દબાણ અને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે. સિંચાઈની પુરતી સવલત અને ઔદ્યોગિક એકમોની નજીક આવેલ આ જમીન કરોડો રૂપિયાની કિમતની આંકવામાં આવી રહી છે. ત્યારે કોર્ટમાં ચાલી રહેલ કેસ કાર્યવાહી વચ્ચે શનિવારે  15 થી 20 માથાભારે સખ્સો હથિયારો સાથે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ખોજાબેરાજા ગામે ઘસી ગયા હતા અને મેર પરિવારને જમીન ખાલી કરી દેવા દબાણ કર્યું હતું.

માથાભારે શખ્સોએ ઢોર-ઢાંખરને છોડી, બાંધકામ તોડી પાડી જમીનનો પરાણે કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની હાજરીમાં માથાભારે શખ્સો બેફામ બનતા કોઈ મદદની આશ ન રહી હોય એમ લાગતા મેર પરિવારની શાંતિબેન સવદાસભાઈ અને વેજીબેન રાજુભાઈ મોઢવાડિયા નામની બે મહિલાઓએ ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં મેર સમાજમાં રોષ વ્યાપી ગયો હતો અને પોલીસની દાદાગીરી સામે આજે મેર સમાજ દ્વારા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે પંચકોશી ‘બી’ ડિવિઝનમાં પંદર શખસો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શું છે જમીનનો વિવાદ?

ખોજા બેરાજા ગામે સર્વે નંબર 309 વાળી 80 વિઘા જમીનનોના સરકારી મહેસૂલ વિભાગમાં વરસોથી મુલચંદ માણેક અને ત્યારબાદ ગાંડુ પટેલના વારસદારો પાસે છે. બીજી તરફ વર્ષ 1985થી ગોગનભાઈ મોઢવાડિયાનો પરીવાર આ જમીનનો કબજો સાંભળી વાવેતર અને દેખભાળ કરી રહ્યો છે. છેલ્લા 33 વર્ષથી મેર પરિવાર કરારના આધારે સેટલ પઝેશન કબજો ધરાવે છે. મેર પરિવારનો દાવો છે કે તેઓએ આ જમીન ગાંડુ પટેલના વારસદારો પાસેથી ખરીદ કરી છે. પટેલના પુત્રવધુ ગીતાબેનના નામે મહાજન ખેડૂતે આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો. આ જ જમીન ગીતાબેને જામનગરના અન્ય બિલ્ડરોને જમીનના દસ્તાવેજ કરી વેચી નાખી હતી. જમીન વેચાતી લેનાર શખ્સો દ્વારા હાલ પોલીસને સાથે રાખી જમીન કબજે કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસે મેર પરિવારને જમીનનો કબજો દર્શાવતા આધારો રજુ કરવા કહ્યું હતું.  ત્યારબાદ સપ્તાહ પૂર્વે માથાભારે સખ્સો દ્વારા પરાણે  આ જમીન કબજે કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અનુસંધાને  મેર પરિવાર દ્વારા આ પ્રકરણને પોતાના વકીલ મારફતે ગુજરાત હાઈ કોર્ટમાં લઇ જવામાં આવ્યું હતું. વડી અદાલતે આ પ્રકરણમાં પોલીસને જમીન પ્રવેશ પ્રતિબંધ ફરમાવી, જીલ્લા પોલીસ વડા અને ગૃહ વિભાગને કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો હતો.

Related posts

વેપારી પાસેથી રૂ.9 લાખ પડાવીને જૂનાગઢના શખ્સે સિંગદાણા જ ન મોકલ્યા

Nawanagar Time

ખંભાળિયામાં જિલ્લા પંચાયત ભવન ખાતે તૃષ્ટિ ન્યુટ્રીશિયન ટેલિ કાઉન્સીલીંગ સેન્ટરનો પ્રારંભ

Nawanagar Time

180 વર્ષ જૂનો ઐતિહાસિક ભૂજિયો કોઠો નવા વાઘા પહેરશે

Nawanagar Time

Leave a Comment