Nawanagar Time
ગુજરાત

લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે દેવભૂમિ દ્વારકામાં સભા, સરઘસના અધિકારો પ્રાંત અધિકારીઓને એનાયત

meeting-of-general-elections-in-meeting-of-general-elections-in-lok-sabhalok-sabha

જામ ખંભાળિયા:-અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજય દ્વારા સભા, સરઘસ, રેલી, વાહન, હેલીપેડના ઉપયોગ અને લાઉડ સ્પીકર જેવી વિવિધ ચુંટણીલક્ષી પરવાનગીઓ આપવા માટે ચુંટણી અધિકારીની કચેરી તેમજ દરેક વિધાનસભા મત વિસ્તારના મુખ્ય મથક ખાતે સીંગલ વિન્ડો સીસ્ટમ અપનાવવા બાબતે સુચના થઇ આવેલ જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા  અધિકારી અને કલેકટર દેવભુમિ દ્વારકાના હુકમથી જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે મામલતદાર-1, કલેકટર કચેરી દેવભૂમિ દ્વારકા, ખંભાળીયા વિધાનસભા મતદાર વિભાગના નોડલ અધિકારી તરીકે મામલતદાર ખંભાળીયા તથા દ્વારકા વિધાનસભા મતદાર વિભાગના નોડલ અધિકારી તરીકે મામલતદાર દ્વારકાની નિમણૂંક કરી ચુંટણી પ્રક્રિયા પુર્ણ થવા સુધીના સમયગાળા માટે સરઘસ કાઢવા, સભા ભરવા અંગેના  અધિકારો આપવામાં આવેલ હતા. પરંતુ ભારતના ચુંટણીપંચની સુચના મુજબ સરઘસો કાઢવા અને સભાઓ યોજવા અંગે પરવાનગી ચુંટણીપંચની “સુવિધા” એપ મારફતે ઓનલાઇન કરવાની રહે છે. “સુવિધા” એપમાં મામલદારનું જિલ્લા કક્ષાનું -વિધાનસભા મતદાર વિભાગના મુખ્ય મથક ખાતેનું લોગ ઇન આઇડી તથા પાસવર્ડ ઉપલબ્ધ નથી. આથી ચુંટણીપંચની સુવિધા એપ મારફતે ઓનલાઇન પરવાનગી  માટે મદદનીશ ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકરીને કોઇ સમસ્યા પ્રશ્નો ઉદભવે નહી તેમજ ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચુંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે મંગાવવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં સભા સરઘસ કાઢવા, સભા ભરવાની પરવાનગી આપવના અધિકારો  જામનગર સંસદિય મત વિભાગમાં સમાવિષ્ટ 81-ખંભાળીયા વિધાનસભા મતદાર વિભાગના સમગ્ર વિસ્તાર માટે પ્રાંત અધિકારી ખંભાળીયાને તથા 82-દ્વારકા વિધાનસભા મતદાર વિભાગના સમગ્ર વિસ્તાર માટે પ્રાંત અધિકારી દ્વારકાને અધિકાર આપવામાં આવેલ છે.

Related posts

શિક્ષકો આનંદો…પગારધોરણમાં વધારો થશે, RTE અંતર્ગત ધો.12માં પણ મળશે પ્રવેશ

Nawanagar Time

જી. જી. હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે હાલાકી

Nawanagar Time

હોળી ઇફેક્ટ ટ્રેનોમાં લાંબા વેઇટિંગ, બસોના ભાડા ડબલ

Nawanagar Time

Leave a Comment