Nawanagar Time
ગુજરાત જામનગર

ભાટિયામાં પૂનમબેન માડમના સમર્થનમાં અઢારે સમાજના આગેવાનોની બેઠક

meetings-of-community-leaders-in-support-of-poonam-baba-madam-in-bhatia

ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતીમાં સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પૂનમબેનને જંગી બહુમતીથી જીતાવવાનો કોલ આપ્યો

જામનગર:-ભાટિયામાં ગઇકાલે સાંજે 6 વાગ્યે ગામના પ્રસિઘ્ધ શ્રી કાલેશ્ર્વર મહાદેવના મંદિરના પટાંગણમાં લોકસભાના લોકપ્રિય  ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં એક વિશાળ મીટીંગ દ્વારકા-કલ્યાણપુર વિસ્તારના શિવભકત, ગૌભકત, લોકપ્રિય ધારાસભ્ય પબૂભા માણેકના અઘ્યક્ષ સ્થાને અને બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઇ રાયચૂરા (મોટાભાઇ)ની વિશેષ ઉપસ્થિતિમાં અને ભાટિયાના સરપંચ તેમજ તાલુકા ભાજપ સંગઠનના નેજા હેઠળ એક વિશાળ મીટીંગ પૂનમબેન માડમના સમર્થનમાં યોજાઇ હતી જેમાં ગામના અઢારે સમાજના આગેવાનો  સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી.

ગામના દરેક સમાજના આગેવાનો ઉપરાંત મોટાભાઇ, સરપંચના પ્રતિનિધિ ખીમાભાઇ ચાવડા, સતવારા સમાજના તાલુકાના અગ્રણી ડી.એલ. પરમાર, તાલુકાના સામાજીક ક્ષેત્રના આગેવાન નિલેશભાઇ કાનાણી, ગઢવી અગ્રણી રામભાઇ, જિલ્લા ભાજપ અગ્રણી પરબતભાઇ વરૂ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જગાભાઇ ચાવડા, ગૌભકત કારાભાઇ ધ્રેવાડા,  અગ્રણી રતનશીભાઇ કણઝારીયા, ઉપ સરપંચ બાબુભાઇ ગોજીયા, આહિર આગેવાન નંગાભાઇ ગાધેર વિગેરેએ પબુભાનું ઉપરણુ ઓઢાડીને સન્માન કર્યુ હતું.

આ સમર્થન મીટીંગ પ્રસંગે પબુભા માણેક ખોટા બોલા કોંગ્રેસીઓને જાકારો આપી અને ભારત દેશ અને રાષ્ટ્રની સુરક્ષા રક્ષણ માટે ભાજપને મત આપવા આગેવાનોને અપીલ કરી હતી અને તેમણે વધુમાં એમ પણ  હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિકાસના પંથે ચાલીને આજે વિશ્ર્વમાં ભારત દેશનું નામ આગળ કર્યુ છે જેથી નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા આપણા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા આહવાન કર્યુ હતું. બારાડીના અગ્રણી દ્વારકાદાસભાઇ રાયચૂરાએ આપણા ઉમેદવાર પૂનમબેન બે દાગ છે અને તેની લોકો પ્રત્યેની  સેવાને ઘ્યાનમાં રાખી દરેકે દરેક સમાજના આગેવાનો પૂનમબેનને પૂરેપૂરો સહકાર આપે તેવી વિનંતી કરી હતી. સતવારા અગ્રણી ડી.એલ. પરમારે ખેડૂતોના હિતને ઘ્યાનમાં રાખી અને ખોખલી કોંગ્રેસને જાકારો આપવા હુકાર કર્યો હતો.

meetings-of-community-leaders-in-support-of-poonam-baba-madam-in-bhatia
meetings-of-community-leaders-in-support-of-poonam-baba-madam-in-bhatia

આ સમર્થન મીટીંગમાં લોહાણા સમાજના પરેશભાઇ દાવડા, સોની સમાજના નટુભાઇ સોની, દલીત સમાજના વિરાભાઇ ગોરડીયા, કે.બી. સોલંકી, આહિર  નારણભાઇ ચાવડા, પરબતભાઇ ગોજીયા, બ્રહ્મ સમાજના હિતેશભાઇ ભોગાયતા, બીપીનભાઇ દવે, મુસ્લિમ સમાજના અબ્બાસભાઇ, ઓસમાણભાઇ, વાળંદ સમાજના ગોવિંદભાઇ, રમેશભાઇ, રાજપૂત સમાજના નરેન્દ્રસિંહ જાડેજા, સતવારા સમાજના મેઘજીભાઇ પરમાર, ઉકાભાઇ પરમાર, સવજીભાઇ સોનગરા, જમનભાઇ ડાભી, રમેશભાઇ રબારી સમાજના હરદાસભાઇ, ગઢવી સમાજના રામભાઇ ગઢવી, ભરવાડ સમાજના નથુભાઇ, સાધુ સમાજના રમેશગીરીબાપુ, ખોજા સમાજના પરવેશભાઇ  પ્રજાપતિ, મોચી , દરજી, ખવાસ, લુહાર, રૂખી સમાજના રમેશભાઇ નાઘેરા વિગેરે અઢારે સમાજના આગેવાનો પ્રતિનિધિઓ તેમજ વેપારી આગેવાનો વસંતભાઇ ગોકાણી, પ્રફુલ્લભાઇ ભાયાણી, અરવિંદભાઇ દાવડા, ભરતભાઇ ગોકાણી, નટુભાઇ દાવડા, નાયાભાઇ, નિતીનભાઇ નથવાણી, અજયભાઇ ઉનડકટ, રાકેશભાઇ કોટેચા, વસુભાઇ સોની, માલદેભાઇ ચાવડા, હરીશભાઇ ચોપડા, સુરતના અગ્રણી બિલ્ડર મહેશભાઇ પટેલ વિગેરે ઉપરાંત ખેડૂત  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને પૂનમબેન સહકાર આપવાનો ભાવ પ્રગટ કર્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન વસંતભાઇ ગોકાણીએ કર્યુ હતું અને અંતમાં આભાર વિધી નિલેશભાઇ કાનાણીએ કરી હતી.

Related posts

જામનગર ફર્ટીલાઈઝરની ઑફિસમાં એકાઉન્ટન્ટે આચર્યું પોણા ત્રણ કરોડનું કૌભાંડ

Nawanagar Time

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર થયાં પૂર્વે આમ આદમી પાર્ટીએ 9 ઉમેદવાર જાહેર કરી દીધાં

Nawanagar Time

કિર્તી પાનના ગેરકાયદે શેડનો ભૂક્કો બોલાવતી એસ્ટેટ શાખા

Nawanagar Time

Leave a Comment