Nawanagar Time
ગુજરાત

ભાટિયામાં આજે પૂનમબેન માડમના સમર્થનમાં પબુભાના અધ્યક્ષ સ્થાને દરેક સમાજના આગેવાનોની સાંજે મિટિંગ

meetings-of-the-leaders-of-every-society-at-the-place-of-purbu-in-support-of-poonam-ben-madam-in-bhatia-today

વિવિધ ક્ષેત્રના પ્રમુખો આગેવાનો રહેશે હાજર

ભાટિયા:-ભારતીય જનતા પાર્ટીના જામનગર લોકસભાના સેવાભાવી લોકપ્રિય ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં આજે સાંજે 6 વાગ્યે ભાટિયાના તળાવની પાળ પાછળ આવેલ કાલેશ્ર્વર મહાદેવના મંદિરના સાંનિધ્યમાં ભાટિયા ગામના દરેકે દરેક સમાજના આગેવાનો પ્રતિનિધિઓ તેમજ સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક, સંસ્થાઓના પ્રમુખો પ્રતિનિધીઓ, ટ્રસ્ટીઓ,  ઉપરાંત સમાજ સેવા સાથે જોડાયેલ તમામ ક્ષેત્રના આગેવાનોની એક મીટીંગ લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમના ચૂંટણીમાં સમર્થન માટે દ્વારકા-કલ્યાણપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પબુભા વિરમભાઇ માણેકના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી છે. જેમાં દરેક સમાજ તેમજ દરેકે દરેક સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓના આગેવાનોને ખાસ ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

દ્વારકા મામલતદારે 20 લાખની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ

Nawanagar Time

જોડિયા નજીક એસટી બસ પુલ નીચે ખાબકી

Nawanagar Time

દ્વારકા-જામનગર હાઈ-વે ઉપર તગડો ટોલ ટેક્સ

Nawanagar Time

Leave a Comment