Nawanagar Time
નેશનલ

કાશ્મીર સરહદે મીગ તૂટી પડ્યું: બે પાયલોટ શહીદ

megh-breaks-down-on-kashmir-border-two-pilot-martyrs

નવીદિલ્હી:-જમ્મુ-કાશ્મીરના બડગામથી સાત કિલોમીટરના અંતરે  ગારેંદ ગામમાં એક મિગ લડાકુ વિમાન ક્રેશ થઇ ગયું. વિમાન ખેતરમાં જઇ પડ્યું અને તેમાં આગ લાગી ગઇ. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અકસ્માતમાં બંને પાયલટો શહીદ થયા હોવાની વિગતો સાંપડી રહી છે. આ વિમાને શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી. સૂત્રોનું કહેવું છે કે કાશ્મીરમાં વિમાન પેટ્રોલિંગ પર  ત્યારે પ્લેન ક્રેશ થઇ ગયું.

પ્રત્યક્ષ દર્શીઓનું કહેવું છે કે વિમાન નીચેની તરફ આવવા લાગ્યું અને થોડીકવાર બાદ જોરદાર અવાજ આવ્યો અને વિમાન ક્રેશ થઇ ગયું. તેમાં આગ લાગી ગઇ. સ્થળ પર પોલીસ અને બચાવ દળ પહોંચી ગયું છે.

ઉલ્લેખનિય છે કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે  અને પાકિસ્તાનની વચ્ચે તણાવનો માહોલ છે. છેલ્લાં 20 દિવસમાં ભારતના 5 વિમાન ક્રેશ થયા છે. તાજેતરમાં બેંગલુરૂમાં એર શો દરમ્યાન બે સૂર્ય કિરણ વિમાન પરસ્પર ટકરાતા ક્રેશ થઇ ગયું હતું.

Related posts

ભાગલાવાદી નેતાઓ પાસેથી 100 ગાડી સરકારે પરત લીધી

Nawanagar Time

186 દેશોથી પણ વધારે કોરોના પોઝીટીવ કેસ એકલા મુંબઈમાં

Nawanagar Time

ચિદમ્બરમ્ ને સુપ્રીમ કોર્ટનો ફટકો, ન મળી કોઈ રાહત

Nawanagar Time

Leave a Comment