હાલના યુગમાં મહિલાઓ જ નહીં, પુરૂષો પણ ‘બ્યુટીફૂલ’ દેખાવા માટે મહેનત કરવા માંડ્યા છે! અભ્યાસમાં કહેવાયું છે કે, ભારતના પુરૂષો મહિનામાં ઓછામાં ઓછી આઠ બ્યુટી પ્રોડકટ્સની ખરીદી કરે છે!
સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાના ચહેરાને ચમકદાર અને સુંદર-આકર્ષક બનાવવા માટે ભારે જહેમત અને મહેનત લેતી હોય છે પરંતુ તાજેતરમાં કરાયેલા સંશોધન અનુસાર ભારતમાં ચહેરાની માવજત કરવાના મામલામાં પુરૂષો પણ મહિલાઓને ટક્કર માંરવા માંડ્યાં છે. પોતાને સુંદર દેખાવડાવવા માટે પુરષો સૌંદર્ય પ્રસાધનો કોઈપણ જાતના સંકોચ વગર ખરીદવા માંડ્યા છે.
ભારતમાં બ્યુટી અને સૌંદર્યના ઉદ્યોગ સાથે સંકળાયેલા સર્વેમાં જણાવાયું છે કે, 60 ટકા કરતાં વધુ ગ્રાહકો સોશિયલ મીડિયા અને ઑનલાઈન વીડિયોને અનુસરીને બ્યુટી પ્રોડકટ્સ ખરીદવા લાગ્યા છે જ્યો 40 ટકા પુરૂષો ઑનલાઈન સૌંદર્ય પ્રસાધન સર્ચ કરાવે છે.