Nawanagar Time
ગુજરાત જામનગર

ચૂંટણી પહેલાં જ મહાનગર પાલિકાનું તંત્ર વ્યસ્ત

metropolitan-municipal-machinery-is-busy-before-the-electionmetropolitan-municipal-machinery-is-busy-before-the-election

મહાપાલિકાના કર્મચારીઓને ચૂંટણી કાર્યમાં જોંતરી દેવાતા અરજદારોને ધરમધક્કા

જામનગર:-આગામી લોકસભાની ચૂંટણી ને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ દેવાઈ છે. જેમાં મહાનગરપાલિકા ના કર્મચારીઓ પણ ચૂંટણીલક્ષી કાર્યમાં જોડાતા અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે અને કોર્પોરેશનનું કામકાજ અત્યારથી જ ઠપ્પ થઈ ગયું છે.

લોકસભાની ચૂંટણીને પગલે રાજકીય  દ્વારા પ્રચાર સહિતની કામગીરીઓ શરૂ દેવાઈ છે, ત્યારે જામનગર વહીવટી તંત્ર દ્વારા પણ અત્યારથી જ પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. બીજી બાજુ ચૂંટણીલક્ષી કાર્ય માં મહાનગરપાલિકાના અડધા જેટલો સ્ટાફ પણ અત્યારથી જોડાતા કોર્પોરેશન ની કામગીરી ઠપ્પ જવા પામી છે. દિનપ્રતિદિન અરજદારોને ધરમ ના ધક્કા ખાવા પડે છે, કારણ  ઓફિસ સમયે કોર્પોરેશન ના કર્મચારીઓ પોતાની ઓફિસમાં જોવા મળતા નથી અને અધિકારીઓને પૂછવામાં આવે તો કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામકાજ ને કારણે વ્યસ્ત હોવાનું જણાવી રહ્યા છે.

જામનગર મહાનગર પાલિકાની મોટાભાગની કામગીરી ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે લોકોની પ્રાથમિક સમસ્યાઓ પર અધિકારીઓ તેમજ કર્મચારીઓનું ધ્યાન રહેતું નથી, પરિણામે  કરવા આવેલા લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે અને કોર્પોરેશન માં ધરમ ના ધક્કા ખાવા પડતાં હોવાની રજૂઆતો અરજદારો કરી રહ્યા છે. પરિણામે પ્રચાર માટે તડામાર તૈયારી કરી રહેલા રાજકીય પક્ષો ઉપર રોષ સાથે લોકો કામકાજ ન થતો હોવાથી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

Related posts

જામનગરમાં પ્રાથમિક શિક્ષકોના ધરણાં

Nawanagar Time

ઘોદા મારતાં વાર નહીં લાગે ! ધ્રોલ પાલિકાના ચીફ ઓફિસરને ધમકી આપતો વીડિયો વાયરલ

Nawanagar Time

ખેડૂતોને પાક વીમામાં વિલંબ મુદ્દે કૃષિ પ્રધાન દિલ્હી દોડ્યા

Nawanagar Time

Leave a Comment