Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ખાસ કારીગરો દ્વારા તૈયાર થતાં માંઝાનો જબરો ક્રેઝ

mezza-jupiter-craze-created-by-special-craftsmen-in-jamnagar

ઉતરાયણમાં સુરત અને બરેલીના માંઝા કરતાં પણ કારીગરો દ્વારા બનાવાતા મજબુત માંઝાની પહેલી પસંદ

જામનગર:-જામનગરમાં મકરસંક્રાતી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે લોકો ખરીદી કરી રહ્યાં છે જેમાં મુખ્યત્વે દોરા, માંઝાની પણ લોકો વધુ પડતી ખરીદી કરતાં જોવા મળ્યાં છે.

સુરત અને બરેલીથી તૈયાર માંઝો જામનગરના વેપારીઓ વેંચે છે, ઉચ્ચ, મઘ્યમ વર્ગ અને સઘ્ધર વર્ગ  આ દોરની ખરીદી કરે છે, પતંગ રસીયાઓ દ્વારા એક હજાર મીટર અને બે હજાર મીટર, પાંચ હજાર મીટર, દસ હજાર મીટર સુધીના માંઝાની ખરીદી કરવામાં આવી રહી છે.

જામનગરમાં કારીગરો દ્વારા પણ પતંગ ચગાવવામાં વપરાતો દોર તૈયાર કરવામાં આવે છે, સામાન્ય વર્ગના લોકો આ દોરની પસંદગી કરે છે. તેવું કારીગરોએ નવાનગર ટાઇમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. લોકોને સુરત અને બરેલીથી આવતી પતંગ ચગાવવાની દોરી અને માંઝો પ્રમાણમાં મોંઘા પડે છે તેની સામે કારીગરોએ તૈયાર કરેલ પતંગની દોરી પ્રમાણમાં મજબુત અને સસ્તી હોવાનું પણ  જણાવ્યું છે.

અત્રે નોંધનીય છે કે ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને લોકો વિવિધ વસ્તુઓની ખરીદી કરતા થયા છે જેમાં દોરીની ખરીદી કરવામાં શહેરીજનો પણ વેપારી પાસેથી અત્યંત ઉંચા ભાવે મળતી દોરી જેની કિંમત રૂા. 100થી 700 સુધીની બજારોમાં જોવા મળી છે. આ દોરી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતાં રૂા.250થી 300ની વચ્ચે મળી શકે છે, જે પ્રમાણમાં અત્યંત મજબુત હોય છે.

mezza-jupiter-craze-created-by-special-craftsmen-in-jamnagar
mezza-jupiter-craze-created-by-special-craftsmen-in-jamnagar

પતંગ રસીયાઓમાં બરેલી માંઝાની બોલબાલા

જામનગરમાં મકરસંક્રાંતી પર્વ નિમીતે લોકોએ સ્વૈચ્છિક રીતે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કર્યો છે, પતંગ રસીકો આ વર્ષે બરેલીના માંઝાની વધુ પડતી ડીમાન્ડ કરી રહ્યાં છે. પ્રમાણમાં સ્થાનિક માંઝા કરતાં મજબુત અને મોંઘો આવે છે, પરંતુ લોકોમાં બરેલીના માંઝાનો વધુ પડતો ક્રેઝ જોવા મળ્યો છે.

ફીરકામાં પણ દેશભકિત છલકાઇ

પતંગ રસીકો દ્વારા આ વર્ષે દેશભકિતની થીમ અને  રાજકીય નેતા અને રાજકીય સિમ્બોલ વાળી પતંગ જોવા મળી છે. પરંતુ ફીરકાના રસીકોએ ખાસ સુરત અને બરેલીથી દેશ ભકિતની થીમ વાળા ફીરકા મંગાવ્યા છે જેમાં દેશ ભકિતની થીમ તીરંગાના કલર વાળા ફિરકાની પણ લોકોએ ખરીદી કરી હતી.

Related posts

જામજોધપુરના વીરપર ગામે સરકારી ખરાબામાં ગેરકાયદે બેલાની ખાણ ઝડપાઈ

Nawanagar Time

શહેરમાં કુલ 17 આંગણવાડીનું નિર્માણ થશે, વિવિધ કામ માટે કુલ 5.96 કરોડ રૂપિયા મંજૂર

Nawanagar Time

આત્મનિર્ભર લોન આપવામાં આડોડાઈ કરતા બેંક મેેનેજરને દંડો

Nawanagar Time

Leave a Comment