Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ પ્રાસંગિક

માઈકલ જૅકશન તેના ચાહકવર્ગમાં થઈ ગયો હતો અળખામણો

સમગ્ર દુનિયાને પૉપનું ઘેલું લગાડનાર માઈકલે જૅકશનના નામથી સૌ કોઈ પરિચિત હશે જ… આફિક્રન-અમેરિકન મધ્યમ વર્ગીય પરિવારમાં 29, ઓગસ્ટ-1958ના રોજ પિતા જોસેફ વૉલ્ટર અને માતા કૅથરિન ઈસ્ટરને ત્યાં માઈકલનો જન્મ થયો હતો. માતા ધાર્મિક કાર્યમાં સંકળાયેલી હતી જ્યારે પિતા સ્ટીલની મીલમાં કામ કરતાં હતાં. પિતા સાથે સારા સંબંધો ન હોવાના કારણે ઘણી વખત પિતાના હાથનો ચાબૂક વડે માર પણ ખેધેલા આ વ્યક્તિને બાલ્યાવસ્થાથી જ મ્યુઝિકનો ખૂબ જ શોખ હતો. 1964 માં એમના ભાઈઓ સાથે ધ જેક્સન-5 ગ્રુપ જોઈન કરી લીધું હતું.

પૉપ સિંગીગની દુનિયાનો એક એવો વ્યક્તિ કે જેને દુનિયાના દરેક ખૂણામાં ઓળખ મળી. 50 વર્ષની નાની ઉંમરમાં આ દુનિયાને તિલાંજલિ આપનારા માઈકલ જૅકશનનું જીવન તકલીફો, વિવાદો અને સફળતાના વમળમાં અટવાતું રહ્યું.

માઈકલ જૅકશન વિશે કહેવાય છે કે, તેણે સેંકડો કૉસ્મેટિક સર્જરીઓ કરાવી હતી ઉપરાંત તેણે અનેક કૉસ્મેટિક ટેટુ પણ કરાવડાવ્યા હતાં. કહેવાય છે કે, માઈકલ જૅકશન અનિંદ્રાની બિમારીનો પણ શિકાર હતો. દિવસભર અલગ-અલગ કાર્યક્રમો કર્યો હોવા છતાં, થાકેલો હોવા છતાં પણ તેને ઊંઘ આવતી નહીં આથી તે દરરોજ ઈન્જેકશન પણ લેતો હતો, આ ઈન્જેકશનોના કારણે તેના બાવડા ઉપર અનેક છીંદો પણ પડી ગયાં હતાં.

માઈકલ જેક્સનના માથાની પાછળ ઘણા ઘૂઘરા જેવા વાળ હતાં, પરંતુ 1984 માં પેપ્સીના વિજ્ઞાપનના શુટિંગ દરમિયાન એની સાથે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં તે બળી ગયાં હતાં. લાંબા સમય સુધી માઈકલ જેક્સને ઈલાજ પણ કરાવ્યો, પરંતુ એનો લાભ ન મળ્યો. પછી એમણે વિક પહેરવાનું ચાલુ કરી દીધું. વીગ વગર તે ક્યારેય બહાર નીકળતો નહીં.

અનેક વિવાદમાં સપડાયેલા માઈકલ જૅકશનના જીવનમાં વધુ એક વિવાદ એવો ઘ્રુણાસ્પદ હતો કે, તેના કારણે તેને પોતાના અનેક ચાહકોના રોષનો ભોગ પણ બનવું પડ્યસું હતું. અરબોની મિલ્કત હોવા છતાં તેના જીવનમાં લાગેલો આ ડાઘ આજે પણ દૂર થઈ શક્યો નથી, મૃત્યુ બાદ પણ આ વિવાદે તેનો પીછો છોડ્યો નથી. વર્ષ 2003માં જ્યારે તેના ‘નેવરલૅન્ડ’ નામના બંગલા ઉપર પોલીસે રેડ મારી ત્યારે તેની એક અલગ જ દુનિયા ઉપરથી પડદો ઊંચકાયો હતો.

જે પોલીસ અધિકારીએ માઈકલ જૅકશનના બંગલા ઉપર રેડ મારી હતી તેનું કહેવું હતું કે, તેના ઘરમાં પાડેલી રેઈડ દરમિયાન મળેલા સાહિત્ય ઉપરથી એવું ફલિત થઈ રહ્યું હતું કે, માઈકલ જૅકશન ચાઈલ્ડ પોર્નોગ્રાફીની લત ધરાવતો હતો. પોલીસ અધિકારીએ વધુમાં ખુલાસો કરતાં કહ્યું હતું કે, તેના ઘરમાંથી એ પ્રકારનું સાહિત્ય અને પુસ્તકો-મૅગેઝિન મળી આવ્યાં હતાં કે, જેનો ઉપયોગ બાળકોનું યૌન શોષણ કરતાં લોકો કરતાં હોય છે. આ જ ઈન્વેસ્ટિગેશન અધિકારીએ ચોંકાવનારી બાબત એ પણ બતાવી હતી કે, માઈકલ જૅકશનના બૅડરૂમની દીવાલો ઉપર બાળકોની નગ્ન તસવીરો પણ ચોંટાડેલી હતી એટલું જ નહીં ચાઈલ્ડ પૉર્ન સાથે જોડાયેલા આલ્બમ પણ તેના ઘરમાંથી મળી આવ્યાં હતાં. આવો ચોંકાવનારો ખુલાસો થતાંની સાથે જ તેના ચાહકોમાં તે ઘણો અળખામણો થઈ પડ્યો હતો.

માત્ર 50 વર્ષની ઉંમરમાં માઈકલ જૅકશને આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. માઈકલ જૅકશનના પર્સનલ ડૉક્ટર કોનરાડ મરેના જણાવ્યા અનુસાર તેને મુર્છિત કરવા માટે આપવામાં આવતાં ઈન્જેકશન (ઍનેસ્થેસિયા)નો ઓવરડોઝ થવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનિય છે કે, માઈકલ જૅકશનના મૃત્યુના ચાર વર્ષ બાદ આ ડૉક્ટરે સજા પણ કરવામાં આવી હતી.

Related posts

સુશાંતે છોડી ‘સાવધાન ઈન્ડિયા’

Nawanagar Time

માધુરીની ‘નેટફ્લિક્સ’ ઉપર એન્ટ્રી

Nawanagar Time

હું મારી ભૂલો પરથી જીવનમાં બોધપાઠ લઇશ:અનન્યા

Nawanagar Time