Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં લીફટ મેન્ટેનેન્સ જાગૃતિના નામે મીંડુ

midway-in-the-name-of-lift-maintenance-awareness-in-jamnagar

જામનગર શહેર-જિલ્લામાં લીફટોની સંખ્યા 1895 : લીફટ મેન્ટેનન્સ ક્ષેત્રે કવોલીફાઇડ લાઇસન્સ ધારકોની સંખ્યા મુઠ્ઠીભરની

જામનગર:-જામનગર શહેર જિલ્લામાં દિવસેને દિવસે કુદકેને ભુસકે વધતી બહુમાળી ઇમારતોની સાથે સાથે સ્વભાવિક રીતે વધેલી લીફટોની સંખ્યા અને વપરાશ સામે લીફટની ફીટનેસ અને લીફટને  કાયદા તેમજ લાયસન્સ પ્રક્રિયાની જાગૃતિ લોકોમાં હવી જોઇએ તેટલી જોવા મળતી નથી. જેના કારણમાં બિલ્ડરો તેમજ આ મહત્વની અને ગંભીર બાબતનો ઓછો પ્રચાર-પ્રસાર કારણભૂત છે. પરંતુ હવે લોકોએ આ મામલે જાગવાનો સમય આવી ગયો છે.

શહેરમાં આજની તારીખ સુધીમાં સરકારના લીફટ એન્ડ એસ્કેલેટર ચીફ ઇન્સ્પેકટરની કચેરીના ચોપડે અત્યાર સુધીમાં  લીફટો નોંધાઇ છે. એટલે કે, આટલી ઇમારતોએ લીફટના લાયસન્સ લીધેલા છે. લીફટના નિયમોઅનુસાર જે તે લીફટના વપરાશના લાયસન્સ ઇશ્યુ થાય પછી 60 માસમાં ફરી આ લાયસન્સ રીન્યુ કરાવવું પડે છે. રાજકોટ-જામનગર સહિતના 13 શહેરોના ચીફ ઇન્સ્પેકટર ઓફ લીફટ એન્ડ એસ્કેલેટર એવા અધિકારી એમ.કે. પટેલે જણાવ્યું કે, લીફટના સેફટી નોર્મસ  ખાસ કરીને બાળકો, વડીલો તેમજ હેન્ડીકેપ્ટ પીપલને ઘ્યાને રાખીને બનાવવામાં આવ્યા છે. જેનું પાલન ચુસ્તતાથી કરવામાં આવે તેટલું જે તે ઇમારતના જવાબદાર વપરાશકારો તેમજ આવનારા નિર્દોષ મુલાકાતીઓના સારા માટે ગણાય.

લીફટ વપરાશમાં ખાસ કરીને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોને લીફટમાં એકલા જવા દેવા જોઇએ નહીં કારણ કે, લાઇટ જાય  લીફટ ખોટકાય તો બાળકના માનસને નુકશાન થઇ શકે છે. લીફટ એક મુવીંગ પાર્ટ છે એટલે તેને વાહનની માફક ઘસારો આવવાનો. તેથી  દરેક લીફટનું મેન્ટેનન્સ બરાબર થાય તે માટે જે તે ઇમારતોના જવાબદારોએ વ્યવસ્થા કરવી જોઇએ.

લીફટ રીપેરીંગ-મેન્ટેનન્સવાળી એજન્સીએ પોતાના નંબરો વાળા સ્ટીકર્સ લીફટમાં ચોંટાડવા ફરજીયાત છે. જેથી અંદર ફસાયેલી  લીફટ રીપેરીંગ લાયસન્સ ધારકોની સંખ્યા માત્ર પાંચ-સાતની છે. જેના પેટામાં કેટલાક લોકો તેના લાયસન્સની આડમાં લીફટ મેન્ટેનન્સના કામો રાખે છે અથવા કરે છે. ખરેખર તો આ બાબતની કચેરી જ જામનગર ખાતે હવી જોઇએ. પરંતુ હાલ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય નિરિક્ષકની કચેરી સેવા સદન-3, બ્લોક નં.1, ત્રીજો માળ, સરકારી પ્રેસની  રેસકોર્સ સામે બેસે છે. જેના એક ઇન્સ્પેકટર દર અઠવાડીયાના નિશ્ર્ચિત દિવસે જામનગર આવીને કામગીરી કરે છે.

Related posts

સમગ્ર સૌરાષ્ટ્રમાં 18000 બાળકો કુપોષણનો શિકાર, જાણો જામનગરનો ક્રમ

Nawanagar Time

માત્ર સ્ત્રી હોવાથી ગંભીર ગુન્હામાં આગોતરા જામીન મળી ન શકે: કોર્ટ

Nawanagar Time

જામનગરમાં રિક્ષા પલ્ટી જતાં રિક્ષાચાલકનું અને જોડિયામાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મૃત્યુ

Nawanagar Time

Leave a Comment