Nawanagar Time
ગુજરાત જામનગર

દ્વારકા મંદિરમાં 100થી વધુ ભાવિકોના લાખોના ઘરેણાં અને રોકડની ચીલઝડપ

millions-of-jewelery-and-scandal-of-cash-by-more-than-100-devotees-in-dwarka-temple

પોલીસે શંકાસ્પદ વ્યકિતઓને ઝડપી લીધા પણ મુદામાલ હાથ ન લાગ્યો

જામનગર:-ગુજરાત અને દેશના ખૂણે ખુણેથી દ્વારકામાં ફુલડાલ ઉત્સવના દર્શને આવેલા બે લાખ ભાવિકો પૈકી 100થી વધુ ભાવિકો ઉઠાવગીર ટોળકીના ભોગ  છે. લાખોના ઘરેણા, રોકડ ગુમાવ્યા છે. ભાવિકોની ભીડમાં ઠગ ટોળકીએ હાથ કી સફાઈ કરતા પરિવારો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. દ્વારકા મંદિર પરિસર અને નીજ મંદિરમા કાળીયા ઠાકોરના દર્શન કરતા ભાવિક પરિવારોના ખિસ્સા હળવા થયા છે તો મહિલાઓ, પુરૂષોના ગળામાં રહેલા પારા, કંઠી, ચેનની ચીલઝડપ સૌથી વધુ થઈ છે.  પરિસરની બહાર ઉભા કરવામાં આવેલા માહિતી કેન્દ્રમાં સાંજ સુધીમાં 80 જેટલા પરિવારો આ પ્રકારનો ભોગ બનેલાની નોંધ થઈ છે તો બીજી તરફ પોલીસે મંદિર પરિસરમાંથી એક રાજસ્થાની ટોળકીને પકડી પાડી છે. સાંજ સુધીમાં 30 જેટલા મહિલા, પુરૂષોને શંકાસ્પદરીતે ઝડપી લીધા છે.કેટલાક ભોગ બનનારા લોકોએ તસ્કરોની ઓળખ પણ પોલીસ સમક્ષ  છે. પણ કમનસીબે પોલીસને શંકાસ્પદ વ્યકિતઓ પાસેથી કોઈ મુદામાલ હાથ લાગ્યો ન હોય જેથી પોલીસની મુંઝવણ વધી છે. છેલ્લા અડતાલીસ કલાકમાં લાખો ભાવિકોએ દ્રારકાધીશના દર્શન કર્યા હતા.

Related posts

તંત્રએ 55 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું

Nawanagar Time

જી.જી.માં 30 ટકાદર્દીઓને કોરોના બાદ 77 દિ’ વેન્ટિલેટર, ઓક્સિજન ઉપર રખાયા’તા

Nawanagar Time

રૂ.45 લાખની છેત્તરપીંડી કરનાર સામે ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર

Nawanagar Time

Leave a Comment