Nawanagar Time
ગુજરાત જામનગર

લાખેણા લાખોટામાં લાખોના ખર્ચે બનેલા બોર બુરાઇ ગયા

millions-of-millions-of-bribe-burrows-in-millions-of-millions

પાણી ઘટતા અને બંધિયાર રહેતા ઓક્સિજનનો અભાવ, જળચરને મુંઝારો અને પ્રાણ વાયુના અભાવથી જીવનું જોખમ: નવા કૂવા બનાવવાનું આયોજન પણ નથી

જામનગર:-નગરની મધ્યમાં આવેલા લાખોટા તળાવને એક તો બ્યુટીફીકેશનના નામે નજરકેદ  છે એમા વળી જ્યારથી આ પ્રોજેક્ટ થયો ત્યારથી એકાદ વખતને બાદ કરતાં ચોમાસા પણ નબળા જતાં પૂરતુ ભરાતું ન હોય તેનો મૂળ નજારો જોવા મળતો નથી તેવામાં લાખોના ખર્ચે  તેમાં  બનાવાયેલા બોર પણ બુરાઇ ગયા અને મશીનરી પણ સગેવગે થઇ ગઇ છે. તળાવમાં પાણી ઘટે એટલે એકતો જળચર અને  માટે જોખમ તો ઉભુ થાય છે બીજુ દુર્ગંધ ફેલાય છે અને ત્રીજુ એનો નજારો જતો રહે છે અને  દુર્ગંધ ફેલાવતું ખાબોચિયું બની રહે છે.

એ સ્થિતિ ખાળવા ત્રણ વર્ષ પહેલા લાખોના ખર્ચે બે મોટા બોર, બીજા સામાન્ય ખાડાઓ બનાવાયેલા જેથી પંપથી પાણી ખેંચી તળાવમાં છોડાય તો એક તો સમગ્ર  પાણી થી તરબતર લાગે જેથી જળચર બચી જાય. ભલે બોરથી તળાવ સમગ્ર ન ભરાય તો પણ જાળવણી તો થાય જ. પરંતુ એક બોર માટે એક તો એક લાખથી વધુ ખર્ચ થાય તેવા બોર બનાવ્યા અન્ય બીજા ખર્ચા પાણીની જેમ થયાં પરંતુ જાળવણીના અભાવે બોર બુરાઇ ગયા લાખો રૂપિયા પાણીમાં  એ બોર તો જડે તેમ જ નથી પરંતુ નવા બોર બનાવી હાલની તળાવની વરવી સ્થિતિ સુધારવા કંઇ આયોજન નથી. તળાવ ડુકી જતાં અને ગંદકી વધતા દુર્ગંધ તો ફેલાય છે ખાસ કરીને જળચરને પૂરતો પ્રાણવાયુ ન મળતા જાન ના જોખમમાં હોવાનું પર્યાવરણ પ્રેમી જણાવી રહ્યાં  છે

Related posts

નર્મદા ડેમની જળ સપાટી 127.16 મીટરે પહોંચી

Nawanagar Time

આધાર પુરાવા વગર રોકડ રકમ જપ્ત થશે

Nawanagar Time

દ્વારકા: જીગ્નેશ દાદાએ વિવાદ છેડ્યો, પ્રતિબંધિત જગત મંદિરમાં તસવીર થઈ વાયરલ..!

Nawanagar Time

Leave a Comment