Nawanagar Time
જામનગર

જામનગરમાં મોડીરાત્રે જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ ઝડપાયા..

જામનગરના રણજીતસાગર રોડ પર નવા બનતા મકાન પાસે ગઈરાત્રે જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ વ્યક્તિઓ ઝડપાયા છે. જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ખોડિયારનગર પાસે નવા બનતા એક મકાન નજીક ગઈરાત્રે કેટલાક વ્યક્તિઓ સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી-એ ડિવિઝનના પીઆઈ કે.કે. બુવળના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ત્રાટકયો હતો.

આ સ્થળેથી પોલાભાઈ મોહનભાઈ વાદી, રમેશ રાજાભાઈ ડાંગર, દીપક લક્ષ્મણભાઈ ઉર્ફે ભૂરો, વિજય નટવરલાલ ચોટાઈ, મયુર તુલસીદાસ તન્ના તથા લલીતાબેન દિનેશભાઈ વિરાણી, જયોતિબેન ભીમશીભાઈ કરમુર, શાંતાબેન પરસોત્તમભાઈ શેઠિયા અને રીનાબેન જયદીપભાઈ વારોતરિયા ઉર્ફે રમાબેન નામના નવ વ્યક્તિઓ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૨૮૦૦ રોકડા તથા ગંજીપાના કબજે કરી તમામ વ્યક્તિઓ સામે ગુન્હો નોંધ્યો છે.

Related posts

પેટ્રોલ બાદ પાણીના ભાવમાં ઉછાળો

Nawanagar Time

વાવણીના અભાવે 6.59 લાખ હેક્ટર જમીન કોરીધાકોડ

Nawanagar Time

કચ્છ રાપરના એડવોકેટની હત્યાના જામનગરમાં ઘેરા પડઘાં

Nawanagar Time

Leave a Comment