Nawanagar Time
ગુજરાત જામનગર

મોદીએ તો રામને પણ છેતર્યા છે: વિક્રમ માડમ

modi-also-cheated-ram-vikram-madam

દિગ્ગજ નેતા વિક્રમ માડમે ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે આજે કોંગ્રેસના નેતા તરીકે નહીં પરંતુ ખેડૂતના દિકરા તરીકે તમારી સામે આવ્યો છું. અહીંથી 9 કિ.મી. દૂરના વિજરખી ગામે મારી જમીન છે. આખી જીંદગી ખેડૂતો  લડયો છું. ખેડૂતો અને બેકારોની પીડાને વાચા આપવા કયારેય પાછી પાની નથી કરી. આજે ભાજપના નેતાઓને, ધારાસભ્યોને આમંત્રણ અપાયું છે. પરંતુ કલેજુ જોઇએ ખેડૂતોના મંચ ઉપર આવવા આ લડાઇ ખેડૂતો માટેની છે. ખેડૂતોના ઘરમાં રૂપિયો આવશે તો દુકાનદારના ઘરમાં રૂપિયો આવશે. 2014માં મગફળીનો ભાવ 1200 રૂપિયા હતા. આજે હાલત  છે? ત્યારે મોદી સાહેબ ખેડૂતોને ખેતપેદાશના ભાવ દોઢ ગણી કરવાનું કહે છે. કયારે મારા વાલા? તેમણે તો રામને પણ છેતર્યા છે. તમારી હસ્તી શું છે. મંદિર બનશે, મંદિર બનશે. આજથી પચ્ચીસ દિવસ પછી જાહેરનામુ બહાર પડશે. ત્રણ રાજ્યોમાં હાજર પછી ભાન આવ્યું ભારતના વડાપ્રધાન એક દિવસમાં પાંચ-પાંચ વખત ભવાયાની  કપડા બદલે છે. એક કપડા બદલાવવામાં અડધો કલાક લાગે છે. જો ભારતનો વડાપ્રધાન કપડા બદલવા અઢી કલાક લગાવતો હોય તો શું દિવસની અઢી કલાક જનતા માટે કાઢી હોય તો હવે ટાંટીયા ધ્રુજે નહી. મોદી સરકારે પાંચ વર્ષ બાવળીયા વાવ્યા  છે.

જે લોકો પોતાની સરકારની વાત કરે છે પણ આખો  જિલ્લો જાણે છે 2008માં કેન્સ ઇન્ડિયા કંપનીની લડાઇમાં મે મારી સરકાર સામે ત્રણ વર્ષ લડી ખેડૂતોને હક્ક અપાવ્યો હતો.

Related posts

જામનગરમાં હનુમાન જયંતિની ઉજવણી

Nawanagar Time

21મીએ જામનગરમાં સૂર્યગ્રહણ નિહાળવાનો અદ્ભુત અવસર

Nawanagar Time

ચેતજો! જામનગરમાં ફોનવાલાએ નવા મૉબાઈલના પૈસા લઈ જૂનો ધાબડ્યો!

Nawanagar Time

Leave a Comment