Nawanagar Time
નેશનલ

મોદી આકરા પાણીએ અને લડી લેવા નાં મુડ મા..

modi-bitter-water

દિલ્હી:-પાકિસ્તાને બુધવારે જે નાપાક હરકત કરી તેને ભારતે ખુબ જ ગંભીરતાથી

લીધી છે.  ઘટનાક્રમ ખુબ ઝડપથી બદલાતો જોવા મળ્યો હતો. ગરમાગરમી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેના પ્રમુખો સાથે ખુબ જ મહત્વની બેઠક યોજી હતી.

બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ અને ઈન્ટેલિજન્સ એજન્સીના પ્રમુખ પણ હાજર હતાં. પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાને સેનાને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી  કરવા માટે ખુલ્લી છૂટ  દીધી હતી. પરંતુ આ વખતે પાકિસ્તાનની આ હરકત પર વધુ આક્રમક જવાબ મળી શકે છે. પીએમની બેઠક બાદ અધિકૃત સૂત્રો દ્વારા સ્પષ્ટ સંકેત અપાયા છે કે પાકિસ્તાનને આ વખતે જે જવાબ મળશે તે તેણે સપને પણ વિચાર્યું નહીં હોય.

નવી દિલ્હીમાં મોડી સાંજે પીએમ મોદીના 7, લોકકલ્યાણ માર્ગ ખાતે  નિવાસસ્થાને હાઈ લેવલની મિટિંગ મળી હતી. આ બેઠકમાં પાકિસ્તાનના કબ્જામાં રહેલા ભારતીય પાઈલટ અંગે અને ભારતની આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક લગભગ 1 કલાક અને 20 મિનિટ સુધી ચાલી હતી.

Related posts

તૌયબાનો આતંકી જીવતો પકડાયો

Nawanagar Time

શાહરૂખની સિક્રેટ આદત જાહેર કરતી ગૌરી

Nawanagar Time

અયોધ્યામાં દિવાળી, કાલે ભૂમિપૂજન

Nawanagar Time

Leave a Comment